________________
यो
ધ્યાન-સાધના
આધ્યાત્મિક સાધનાનું અંતિમ શિખર છે ધ્યાન. એના પર આરોહણ કરીને સાધક મુક્તિના શિખરે પહોંચી શકે છે. ધ્યાન-સાધના અન્ય સાધના જેવી સરળ નથી, કારણ કે સામાન્ય માનવીનું ધ્યાન મોટેભાગે સાંસારિક વસ્તુઓમાં અધિક ડૂબેલું હોવાથી તેઓ વિશેષતઃ આર્તધ્યાની જ હોય છે. એના પછી મળે છે રૌદ્રધ્યાની. જ્યારે ધર્મધ્યાની તે બહુ ઓછા મળે છે અને શુકલધ્યાની તે વિરલ જ.
જેનો માનવી અધિક પરિચય અને સંસર્ગ કરે છે તેનાથી એનામાં એવી જ ભાવના જાગે છે અને તદનુસાર ધ્યાનમાં ડૂબેલો રહે છે. એને સ્વભાવ, આદત, વૃત્તિઓ અને સંસ્કાર બધું જ એને અનુકૂળ બનાવી દે છે. આ કારણે જ પ્રથમ બે ધ્યાન અર્થાત્ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના
260 ઓજસ દીઠાં આત્મબળનાં