________________
કઈ ચિંતા હોય પછી તે ધનની ચોરી થવાથી થયેલી હોય કે પુત્રના વિયેગથી થયેલી હોય, કોઈ ખરાબ વસ્તુ અથવા ખરાબ નિમિત્ત મળવાથી હોય અથવા નિર્ધનતાની હય, સાંસારિક સુખના અભાવની હોય, કઈ વસ્તુ કે વ્યક્તિને કારણે દુઃખ થતું હોય, શોક થતું હોય, હાયવોય મચી ગઈ હોય, રડવા-કૂટવાનું થતું હેય-આ બધી બાબતોમાંની કઈ પણ બાબતનું ચિંતન એ આર્તધ્યાન કહેવાય છે.
સામાન્ય રીતે આ પ્રકારનું ધ્યાન અણગમતી વ્યક્તિ કે વસ્તુને સંગ અથવા તે મનપસંદ વ્યક્તિ, પરિસ્થિતિ કે પદાર્થનો વિયેગ હોય તે થાય છે. ચિત્તની આવી વ્યાકુળતા આંખોમાં આંસુ રૂપે, વાણીથી વિલાપ, રોકકળ અને કલેશ રૂપે કે પછી વેદનાભર્યા વચન દ્વારા પ્રગટ થાય છે. આવાં બાહ્ય ચિહ્નો એ જ વ્યક્તિના આ ધ્યાનનાં પરિચાયક છે. આધ્યાનવશ માનવી ગળામાં ફાંસો લગાવીને, ઝેર ખાઈને, પાણીમાં ડૂબી જઈને કે આગથી સળગી જઈને આત્મહત્યા કરે છે. શયન, આસન, સવારી, સ્ત્રી, પુત્ર, સુગંધિત પદાર્થ, માળા, મણિ, રત્ન, આભૂષણ આદિની ઉત્કટ લાલસા કે સત્તાપ્રાપ્તિની ઝંખના પણ ક્યારેક આર્તધ્યાનનું કારણ બને છે. આવા ધ્યાનની અસર અનુભવતે મનુષ્ય દીન-હીન અને સાંસારિક બાબતને ગુલામ બની જાય છે. પિતાનું આત્મબળ ઈ નાખે છે અને આત્મવિશ્વાસ ગુમાવીને પરાશ્રિત બની જાય છે.
ઉત્કટ આર્તધ્યાનની અસરને કારણે મનુષ્ય નરક-તિર્યંચ આદિ દુર્ગતિ પામે છે અને ત્યાં પણ એને અનેક પ્રકારનાં દુઃખ ભેગવવાં પડે છે. એને અહીં શાંતિ મળતી નથી અને ત્યાં પણ મળતી નથી, અહીં પણ એ કર્મોને પુંજ એકઠો કરે છે અને ત્યાં પણ આર્તધ્યાની જીવ ન અહીંયાં ધર્માચરણ કરીને કર્મક્ષય કરી શકે છે કે ન તે ત્યાં કરી શકે છે. આનો અર્થ એટલે કે આર્તધ્યાન એટલે અસંખ્ય દુઓને નોતરું આપીને બેલાવવાં.
ચકવતીની રાણી શ્રીદેવી પતિવિયેગમાં છ મહિના સુધી રુદન, વિલાપ અને આનંદ કરે છે. આ આર્તધ્યાનના પ્રભાવને કારણે એ
253 ધ્યાતા, યાન અને ધ્યેય