________________
અહિત કે ધર્મ-અધર્મને વિચાર કરે પડે છે અને શુભ, હિત અને ધર્મ તરફ મનને વાળવું પડે છે.
બીજી બાજુ ધ્યાનમાં મનની વસ્તુનાં બધાં પાસાંઓનું બારીકાઈથી વિલેષણ કરીને પોતાના મનને શુભ, હિતકર અથવા ધર્મયુક્ત ભાવમાં સ્થિર રાખવાનો પ્રયાસ કરવાનું હોય છે. ધ્યાન શુભ-ભામાં મનને સ્થિર રાખવાનું કારણ છે, જ્યારે શુભ ભાવધર્મ એને જીવનમાં કાર્યાન્વિત કરે છે એટલે એ કાર્ય છે. બંને એકબીજાના પૂરક છે.
ધ્યાનનું માહામ્ય જીવનને અંતર્મુખી બનાવવા માટે અને આત્મા પર લાગેલાં કમનાં આવરણોને દૂર કરવા માટે ધ્યાન ઉત્તમ સાધન છે. કર્મોની નિર્જરા માટે બાહ્ય તપની તુલનામાં આત્યંતર તપ શ્રેષ્ઠ છે અને આત્યંતર તપમાં પણ સર્વશ્રેષ્ઠ ધ્યાન-તપ છે. આમ કહેવાનો અર્થ એટલે જ કે કોઈ વ્યક્તિ જુદા જુદા પ્રકારની ઘણી કઠોર તપશ્ચર્યા કરે, પણ એને સિદ્ધિ કે મુક્તિ ત્યારે જ સાંપડે કે એ શુકલધ્યાનરૂપ તપ કરે. આથી કહેવાયું છે :
"सिद्धाः सिध्यन्ति सेत्स्यन्ति यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव ते सर्वेऽपि शुभाशयाः ॥"
જે કોઈ શુભાશયવાળા માનવીઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ (મુક્ત) થવાના છે એ બધા જ ધ્યાનતપના બળથી જ મુક્તિ પ્રાપ્ત કરે છે.”
આ બાબતમાં મરુદેવી માતા અને ભરત ચક્રવતીનું જ્વલંત ઉદાહરણ મળે છે. બંનેએ બાહ્ય તપ કર્યું નહોતું. શ્રાવક કે સાધુનું વ્રત ધારણ કર્યું નહોતું. ક્રિયાકાંડ કર્યા નહતા તેમ છતાં શુભ ધ્યાનના પ્રભાવથી એકને હાથીની અંબાડી પર બેઠા બેઠા મુક્તિ પ્રાપ્ત થઈ અને બીજાને શીશમહેલમાં ઊભા ઊભા કેવળજ્ઞાન અને ટેક્ષપ્રાપ્તિ થઈ
249ધ્યાતા, ધ્યાન અને ધ્યેય