________________
રૂપે કરે છે તે વ્યક્તિ પણ સતત એ પ્રકારના ધ્યાનના પ્રભાવથી એવી જ બની જાય છે. જે ખરાબ બાબતનું ધ્યાન કરે તે વ્યક્તિ સમય જતાં એક દિવસ એ જ પ્રકારની ખરાબ વ્યક્તિ બની જાય છે. કઈ મહાપુરુષ કે સજજન વ્યક્તિની સજજનતાનું ધ્યાન કરે તે ધીરે ધીરે એ વ્યક્તિ પણ એવી જ સારી વ્યક્તિ બની જાય છે. એની આદત, સંસ્કાર, સ્વભાવ આદિ સજ્જન વ્યક્તિને અનુરૂપ બની જશે. આથી જ ધ્યાનનું જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે.
“હનુમન્નાટકમમાં રામ અને સીતાને એક સુંદર પ્રસંગ મળે છે. સીતાનું અપહરણ કરીને રાવણ એને લંકા નગરીમાં લાવ્યા છે અને અશોકવાટિકામાં એને રાખી છે. સીતાની સેવામાં રાક્ષસ જાતિની ઘણી સ્ત્રીઓ રાખવામાં આવી. એમાં એક સુરમા નામની સેવિકા પણ હતી. રામના વિયેગને કારણે સીતા પક્ષ રીતે રામનું નિરંતર ધ્યાન કરતી હતી.
એક દિવસ સીતાએ સુરમાને કહ્યું, “અરે ! જે તે ખરી, રામના ધ્યાનમાં હું સતત ડૂબેલી હોવાથી મને રામત્વ પ્રાપ્ત થઈ ગયું છે. હું રામ થઈ રહી છું.”
ત્યારે સુરમાએ ઉત્તર આપે, “એમાં ચિંતાની શી વાત છે? તમારું ધ્યાન કરતાં રામે સ્ત્રીત્વ પ્રાપ્ત કર્યું છે અને તેઓ સીતા થઈ રહ્યા છે.” ધ્યાનને કે અદ્દભુત પ્રભાવ છે!
ધ્યાનનું લક્ષણ ધ્યાનનો સામાન્ય અર્થ છે ચિંતન કરવું. “ ધાતુમાંથી ધ્યાન શબ્દ આવ્યું છે. “બૈ જિંતાયા” એમ કહેવામાં આવે છે, પરંતુ આ ચિંતન સારું પણ હોઈ શકે અને નરસું પણ હોઈ શકે. અધમ વિચારણા આત્માને બરબાદ કરે છે, એનાથી દુર્ગતિ થાય છે અને મનુષ્યને પતન ભણી લઈ જાય છે, તે શુભ કે શુદ્ધ ચિંતન મનુષ્યને
247 ધ્યાતા, ધ્યાન અને ધ્યેય