________________
આવું કેમ થતું હશે? કારણ એટલું જ કે આ સ્થાન શાંતિને માટે અનુકૂળ નથી. બરાબર આવી જ સ્થિતિ ધ્યાનની છે. જેવું સ્થળ અને વાતાવરણ હોય અને જેવા વાયુમંડળની સંગતિ મનને મળે, એવું જ સુંદર ધ્યાન થાય છે. તમારું મન શુભ વાતાવરણ, શુભ આલંબન અને શુભ ભાવેની સંગિત કરે તે તેને અનુરૂપ બનશે. જો એ અશુભ કે અશુદ્ધ વાતાવષ્ણુ, અશુદ્ધ આલબન અને અશુભ ભાવની સંગતિ કરશે તે એ તેવું જ બનશે.
વ્યવહાર-જગતમાં આપણે જોઈએ છીએ કે ચોરડાકુની સોબત કરનાર ધીરે ધીરે એ દૂષિત વાતાવરણના પ્રભાવને કારણે એવું જ જેવા લાગે છે, એવી જ ચેષ્ટા કરે છે અને વખત જતાં એક દિવસ એ ખુદ રીઢે ચેર કે ડાકુ બની જાય છે. આવી રીતે ધર્માત્મા કે સંતપુરુષની સંગતિમાં રહેનાર ધર્મમય વાતાવરણ મેળવીને એવું જ ધ્યાન કરે છે અને સમય જતાં એનો સ્વભાવ અને આદત પણ એવી બની જાય છે. સોની, સુથાર, લુહાર, દરજી, વેપારી આદિની સંગતિ કરનાર કે એવા વાતાવરણમાં જીવનાર એને પરિવાર કે અન્ય કઈ વ્યક્તિ એવું જ લક્ષ રાખશે અને એને અનુરૂપ સ્વભાવ કે આદત ધરાવતે થઈ જશે. ધીરે ધીરે એ ખુદ એના જેવો જ બની જશે. આવી રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારું મન જેવા વાતાવરણ, આલંબન અને સંસ્કારની સંગતિમાં રહેશે તે એવું જ સારું કે નરસું ધ્યાન કરવા માંડશે અને એને એ જ સ્વભાવ કે આદત બની જશે.
ગીરાજ આનંદઘનજીએ એક સુંદર રૂપક દ્વારા ધ્યાનના મર્મને. પ્રગટ કર્યો છે. એક ભમરી ઈલિકા(ઈયળ)ને પકડીને પિતાના સ્થાન પર લઈ આવી. એ રોજ ઇલિકાની સામે પિતાને ગુંજારવ કરતી હતી. ઈલિકા પણ આવું વાતાવરણ મેળવીને અને આવી સંગતિને કારણે એક દિવસ પિતાનું શરીર છોડીને ભમરી બની જાય છે અને એ. જ ગુંજારવ કરવા માંડે છે. આવી રીતે જે વ્યક્તિ જેનું ધ્યાન જે
246. ઓજસ દીઠાં આત્મબળનાં