________________
શુદ્ધ ધર્મભાવનાથી કરવામાં આવતી ધર્મકથા અવશ્ય પ્રભાવશાળી હોય છે. ધર્મકથાના ચાર પ્રકાર બતાવ્યા તેમાંથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્રતા અને ક્ષમતા જોઈને કઈ પણ એક પ્રકારે શ્રોતાઓને માટે ઉપયોગી ધર્મકથા કરવી જોઈએ. સાધુઓ માટે તે ધર્મકથા નિર્જરા (કર્મક્ષય) કરનારી છે. ગૃહસ્થ રોજ સામાયિક આદિ ધર્મક્રિયાઓ કરતી વખતે ધર્મકથાનું અધ્યયન કરે તે એમને માટે એ નિર્જરાનું નહિ તે પણ, પુણ્યનું કારણ જરૂર બનશે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૧૨ ઑગસ્ટ, ૧૯૪૮
244 ઓજસ દીઠાં આત્મબળનાં