________________
એણે કહ્યું, “અરે ભાઈ, મારા કેઈ મેહકર્મના ઉદયને કારણે જ જાણવા છતાં આ વેશ્યાની મેહ–જાળમાંથી નીકળી શક્તા નથી. તારું હૃદય સરળ છે અને તું ઉચ્ચ કુળને છે તેથી તું તે છોડી દે.”
પેલા માણસે કહ્યું, “હું પણ છેડી શકવા અસમર્થ છું.”
વેશ્યાએ બીજી વાર ભેજન બનાવ્યું અને તે પણ ઠંડું થઈ ગયું. આટલો બધો સમય નદીની રાહ જોતાં જોતાં વેશ્યા થાકી ગઈ. આમ છતાં તે ન આવ્યો. ત્રીજી વખત ભેજન તૈયાર કરીને વેશ્યા પોતે જ નંદીને બેલાવવા ગઈ તે એણે જોયું કે નંદીબેણ જે વ્યક્તિને પ્રતિબોધ આપતું હતું તે સહેજે મચક આપતી નહોતી. એ નદીધેણને કહેતી હતીઃ
“તું ખુદ પાપની ખીણમાં પડયો છે અને મને એમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે? હું એવો ભેટ નથી કે માત્ર તારા કહેવાથી છોડી દઉં.” - વેશ્યાથી વધુ વિલંબ સહન ન થયું. એ બોલી, “ભોજન કરવા આવે છે કે નહીં? નહિ તે હાથ પકડીને લઈ જઈશ”
નંદીબેણે કહ્યું, “બસ, હવે થોડી જ વાર છે. આ દસમી વ્યક્તિ પ્રતિબોધ પામે એટલે મારી આજની પ્રતિજ્ઞા પૂરી થઈ જશે અને પછી હું ભજન કરીશ, પહેલાં નહીં.”
દસમી વ્યક્તિ તે મચક આપતી નહોતી. એ તે એક જ રટણ રટતી હતી કે જે વેશ્યાગમન ખરાબ હોય કે પાપ હોય તે તમે પોતે શા માટે એને છોડી દેતા નથી?
નદીષેણે ફરી સમજાવ્યું, “મારા મેહકમને ઉદય છે.”
દસમી વ્યક્તિએ કહ્યું, “તમારી માફક મારા પણ હકમને જ ઉદય થઈ રહ્યો છે.”
વેશ્યાની ધીરજની સીમા આવી ચૂકી હતી. એણે અકળાઈ આવેશમાં આવીને નંદીષેણુને કહ્યું.
242
ઓજસ દીઠાં આત્મબળનાં