________________
દેખાશે નહિ. જેના તરફ નજર કરું એનામાં મને કોઈ ને કોઈ ગુણ. તે જોવા મળતું જ.”
શ્રીકૃષ્ણ રાજસભા સમક્ષ આ વાત રજૂ કરી અને ઘટનાનું બયાન કરીને કહ્યું,
જુઓ! સંસારમાં સર્વત્ર દૃષ્ટિસૃષ્ટિવાદ જ ચાલે છે. એને પ્રત્યક્ષ નમૂને આ બંને વ્યક્તિઓની નેંધપોથી આપે છે.”
આખી સભા આ વાત સાંભળીને સ્તબ્ધ બની ગઈ
આથી તમને કહું છું કે વક્તા અને શ્રેતા બંનેની દષ્ટિ પ્રત્યેક બાબતનાં સારાં પાસાંને જોવાની હોય તે બંનેનાં કર્મોની નિર્જરા, થાય છે. એમાંથી બુરાઈ શોધવાની દષ્ટિ હશે તે બંનેને કર્મબંધન થાય છે. ગમે તેટલા શુભ ભાવથી કે શુદ્ધ દૃષ્ટિકેણથી ધર્મકથાકાર કથા કરે, પરંતુ જે શેતાની ભાવના શુદ્ધ નહીં હોય અને એની દૃષ્ટિ વિપરીત હશે તે સારી વસ્તુમાંથી પણ કોઈ ખરાબી કે બુરાઈ
ધી કાઢશે. માખીની સામે તમે સારામાં સારી વસ્તુ રાખે તે પણ તે વિષ્ટા પર બેઠા વિના નહિ રહે. સુશ્વરને તમે ગમે તેટલું સારું અનાજ આપે તે પણ એ વિષ્ટા તરફ જ જશે.
આને અર્થ એ નથી કે ધર્મકથાકારે ધર્મકથા કરવી નહીં. જોખમ તે બધે રહેલું છે, પરંતુ સાવધાન થઈને ચાલવું જોઈએ. એણે પોતે જ બધાં પાસાંઓને પ્રગટ કરીને ધર્મકથા કરવી જોઈએ. અંતે તે વાતને કઈ રીતે સ્વીકારે છે તે શ્રોતાના ભાગ્ય પર. આધારિત છે.
નદીષેણ કુશળ ધર્મકથાકાર હતા. તેઓ એક વેશ્યાની મેહ-- જાળમાં ફસાઈ ગયા. એ દિવસથી એમણે એક પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી વેશ્યાની મોહજાળમાંથી મુક્ત ન થાઉં ત્યાં સુધી વેશ્યાને ત્યાં આવનારા પુરુષમાંથી રેજ ઓછામાં ઓછા દસ પુરુષને પ્રતિબોધ. આપીને આ પાપકૃત્યથી મુક્ત થઈશ. જે દિવસે આવું કરી નહી શકું તે દિવસે અન્ન-જળ લઈશ નહીં.
240 ઓજસ દીઠાં આત્મબળનાં