________________
આ પ્રતિજ્ઞા કેઈ સામાન્ય પ્રતિજ્ઞા નહોતી. વેશ્યાને ત્યાં આવનારા પુરુષે કામવાસનાની તૃપ્તિ માટે આવતા હોય. આવા પુરુષોને વેશ્યાના ઘરમાં જ રહીને વ્યભિચારથી વિરક્ત કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ હતું, પરંતુ હિંમતવાન નંદીષેણે આવી કઈ ચિંતા કર્યા વિના એ જ દિવસથી પોતાની પ્રતિજ્ઞા મુજબ કાર્ય શરૂ કર્યું. નંદીષેણ એવી ખૂબીથી વેશ્યાગામી પુરુષ સમક્ષ ધર્મકથા કરતું હતું કે એ પુરુષે સદાને માટે વેશ્યાગમન ત્યજી દેતા હતા, એટલું જ નહિ પણ ઉચ્ચ સાધકજીવનને પણ સ્વીકાર કરતા હતા. તેઓ પ્રતિબંધ પામીને વિરક્ત ભાવથી દીક્ષા ગ્રહણ કરતા હતા.
પિતાની પ્રતિજ્ઞા અનુસાર રોજ ઓછામાં ઓછી દસ વ્યક્તિઓને પ્રતિબંધ આપતાં આપતાં નંદીષેણે બાર વર્ષ જેટલો સમય પસાર કર્યો. આજે ભેગાવલિ કમની અવધિ સમાપ્ત થઈ રહી હતી. આજે અંતિમ દિવસ હતે ભેગાવલિ કર્મથી મુક્તિને. સવારથી આરંભીને અત્યાર સુધીમાં એણે નવ વ્યક્તિઓને પ્રતિબંધ આયે હતે. દસમી વ્યક્તિ હજી બાકી હતી. આ દસમે માણસ અક્કડ નીકળ્યો. નંદીષેણે એને સમજાવવાના હજારે પ્રયત્ન કર્યા, પરંતુ એણે કશુંય માન્યું નહીં. વળી સામે ચડીને નંદીષેણને કહેવા લાગ્યઃ
“તમે મને ઉપદેશ આપે છે, પણ તમે પોતે તે પહેલાં એનો અમલ કરો ! તમે ખુદ મેહજાળમાં ફસાયેલા રહે છે અને મને તમારા ઉપદેશને શિકાર બનાવવા ઇચ્છે છે? બીજાને ઉપદેશ આપ સરળ છે, પણ જાતે આચરણ કરવાનું આવે ત્યારે ધોળે દિવસે તારા દેખાય. આથી જ કહેવાયું છેઃ
पर-उपदेश-कुशल बहुतेरे । जे आचरहिं ते नर न घने रे।"
આવી બેલાચાલી થઈ રહી હતી ત્યાં વેશ્યાએ મેકલેલી દાસી નદીષેણને બોલાવવા આવી. દાસીએ નંદીબેને કહ્યું. “જન ઠંડું થાય છે, જલદી પધારો.” પણ નદીષેણે હમણાં આવું છું” એમ. કહીને દાસીને પાછી વાળી, ફરી દસમા માણસને સમજાવવા લાગી ગયો.
241
ઓ.-૧૬
વિસ્થા અને ધર્મકથા