________________
બાર વિકથા અને ધર્મકથા
ધર્મકથા કરનારે વિકથાથી સાવધ રહેવું જોઈએ. જે કથાથી અધર્મની પ્રાપ્તિ થાય તે વિકથા. સંયમમાં બાધક એવી ચારિત્ર્ય વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ કથાને પણ વિકથા કહેવામાં આવે છે.
વેર-વિરોધ વધે, કલહ જાગે, ચારિત્ર્યમાં શિથિલતા આવે, ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ વધે, સંયમમાં અવરોધરૂપ બને કે પછી દુર્ગતિનું કારણ બને તેવી કથા પણ વિકથા છે.
શાસ્ત્રમાં પાંચ પ્રમાદની વાત કરવામાં આવી છે. આ પ્રમાદને પરિણામે જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતું રહે છે. આ પાંચ પ્રમાદ છે : મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. અહીં પ્રમાદના પાંચમા ભેદને વિશેષે વિચાર કરે છે. પ્રમાદી વ્યક્તિ રાગ અને દ્વેષને અથવા તે રાગદ્વેષના બહોળા કુટુંબને વશ બનીને જે વચન કહે તે વિકથા કહેવાય છે.
226 ઓજસ દીઠાં આત્મબળનાં