________________
સારું ખાવા માટે જ એમણે સંયમ લીધું છે. આ તો સ્વાધ્યાય, ધ્યાન આદિ છેડીને હંમેશાં ખાવા-પીવાના વિચારમાં જ ડૂબેલા રહે છે.” આવી રીતે ભેજન-વિકથાથી અનેક પ્રકારની હાનિ થાય છે. લાભ. માત્ર સ્વાદપષણ અને કર્મબંધ સિવાય બીજો કશો થતો નથી. કર્મોને ક્ષય અથવા તે જ્ઞાનાદિની સાધના એનાથી થઈ શકતી નથી.
ગૃહસ્થને માટે પણ આવી ભજન-વિકથા બાધક છે. એના ગૃહસ્થજીવનની સાધનામાં પણ આ અંતરાયરૂપ છે. ગૃહસ્થને તપ કરવાની જરૂર હોય છે. જે આવી સ્વાદકથામાં જ રપ રહે તે કઈ રીતે તપ કરશે? કઈ રીતે સ્વાદવિજય-રસારિત્યાગ ને તપમાં પ્રવૃત્ત થઈ શકશે? ક્યારેક તે ગૃહસ્થ કઈ જમણવારમાં મીઠાઈ આદિ એક એક ચીજવસ્તુને લઈને ભેજન આપનારની રસોઈની નિંદા કરશે. અમુક જગ્યાએ તે જમણવારમાં આટલી મીઠાઈ અને આટલી વાનગી હતી, અહીં શું ધૂળ છે? કઢીમાં મીઠું નથી કે પૂરી સાવ કાચી છે. એ પ્રકારની નિંદા કરનારાઓ કર્મબંધ તે બાંધે જ છે, પરંતુ પોતાના ખાનદાનમાં કે વર્તુળમાં પરસ્પર વેર-વિરોધ અથવા તે ખેંચતાણ પણ ઊભી કરે છે, એકબીજા સાથે દુશ્મનાવટ પણ થઈ જાય છે. આથી સાધુ હોય કે ગૃહસ્થ હોય, પણ એણે ભજનવિકથાથી દૂર રહેવું જરૂરી છે.
- હા, એ સાચું છે કે કોઈ વસ્તુને ત્યાગ કરવાની દૃષ્ટિએ શ્રોતાઓ સમક્ષ એ વસ્તુના દોષનું વર્ણન કરવું તે ભજન-વિકથા. નથી. જે ભજન-કથા કરવી હોય તે શાલિભદ્ર દ્વારા પૂર્વજન્મમાં મા ખમણ (એક મહિનાનું તપ) કરનારા સાધુને ભિક્ષા રૂપે ખીર વહોરાવવાની વાત કરે. અષભદેવ ભગવાનના વષીતપના પારણામાં ભિક્ષા રૂપે મળેલા ઇક્રસની વાત કરે. શ્રોતાઓને તપ તરફ વાળવા. માટે અથવા તે ખાનપાનની વસ્તુઓમાં મર્યાદા ધરાવતા કરવા માટે વ્રતના રૂપમાં ભોજન-કથા કરે. આ ભજન-કથા સુકથા બનશે.
સાધુઓ કઈ ગમાં પચ્ચ-કુપચ્ચેના રૂમમાં અમુક ખાનપાનની. વસ્તુઓની એકબીજા સાથે ચર્ચા કરી શકે છે. સંયમપાલન અથવા તે.
234 ઓજસ દીઠાં આત્મબળનાં