________________
બ્રહ્મચર્ય પાલનને માટે ખાનપાનના વિવેકના રૂપમાં દૂધ, દહીં, આદિ તથા અન્ય પદાર્થોની ચર્ચા કરી શકાય. માત્ર શરત એટલી છે કે એ ચર્ચા કુપચ્યકારી કે અહિતકર વસ્તુઓને છોડવાની દષ્ટિએ. કરવામાં આવે. ૩. દેશ-વિકથા તે પોતાના દેશ પ્રત્યે ઝનૂન અથવા કટ્ટરતા વધારતી અને બીજા દેશ પ્રત્યે દ્વેષ વધારતી, લોકોને ઉશ્કેરતી એવી કથા દેશ-વિકથા કહેવાય છે. આવી દેશ-વિકથાથી યુદ્ધઉત્તેજના અને અશાંતિ ફેલાય છે,
એક દેશની બીજા દેશ સાથે શત્રુતા થાય છે, મૈત્રીભંગ થાય છે, અને રાજ્ય લાલસા વકરી ઊઠે છે. જે દેશની પેટી નિંદા કરવામાં આવે કે એવા સમાચારને વધુ ચગાવવામાં આવે એ દેશ તરફ જનતામાં ધૃણા અને દ્વેષ ફેલાય છેવળી આની સાથેસાથે એ દેશના રાજદૂત કે અન્ય અધિકારીઓને પત્તો લાગે તે એનાથી પણ કટુતા જાગવાની સંભાવના રહે છે.
પ્રત્યેક દેશની ભૂગોળ અને ઇતિહાસની જાણકારી રાખવી જોઈએ. એ દેશનું હવામાન, ભાષા, રહેણીકરણી, ખાસિયત, લોકોની પ્રકૃત્તિ, રુચિ, ધર્મપરાયણતા, સરળતા આદિનું જ્ઞાન હોય તે ધર્મકથાકાર માટે નિત્તાંત જરૂરી છે. શ્રોતાઓને ધર્માભિમુખ કરવા માટે તેમ જ સ્વદેશ અને રાષ્ટ્રધર્મ તરફ જાગૃત કરવા માટે થતું વર્ણન એ. દેશ-વિકધા નથી, પરંતુ દેશ–સુકથા છે. શાસ્ત્રોમાં ગ્રામધમ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મના વર્ણન ઉપરાંત ૨પા આર્યદેશનું વર્ણન મળે છે. બાકીના ૩૧૯૭૪ જેટલા દેશ એ યુગની દષ્ટિએ અનાર્ય દેશના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. ધર્મપરાયણ વ્યક્તિના જન્મસ્થાન આદિનું વર્ણન કરતી વખતે દેશની ચર્ચા અનુચિત ગણાય નહીં. અમુક દેશ અથવા તો દેશવાસીઓને ધમ તરફ અભિમુખ કરવા માટે અથવા તે કોઈપણ સંકટગ્રસ્ત દેશને મદદરૂપ થવાના હેતુથી થતી દેશકથા વિકથા નથી.
235
વિકથા અને ધર્મકથા