________________
પર બેસાડયો. પછી ચાંડાલે બંને વિદ્યા શીખવવી શરૂ કરી અને રાજાએ આસાનીથી શીખી લીધી.
રાજા શ્રેણિકે વિદ્યા શીખી લીધી. પછી અભયકુમારે એક વખત કહ્યું, “મહારાજ, પેલા ચાંડાલ માટે આપને શે હુકમ છે?”
રાજાએ કહ્યું, “હુકમ કંઈ વારંવાર થાય ખરા? રાજઆજ્ઞા તે એક જ વાર આપવામાં આવે.”
અભયકુમારે કહ્યું, “મહારાજ, હું તે આપને એ માટે કહું છું કે કેઈ નિર્દોષ વ્યક્તિ દંડપાત્ર બની જાય નહીં. ચાંડાલે આપને વિદ્યા શીખવી એટલે તેઓ હવે આપના વિદ્યાગુરુ બની ગયા છે. તેથી હવે આજ્ઞા આપો કે વિદ્યાગુરુ સાથે શું કરવું?”
રાજાને વાસ્તવિક પરિસ્થિતિને ખ્યાલ આવી ગયો. પિતાના વિદ્યાગુરુનું અપમાન કરવાની હિંમત ક્યાંથી હોય? મહારાજ શ્રેણિકે કહ્યું,
અભયકુમાર, તમે મને ગંભીર અપરાધમાંથી ઉગારી લીધે છે. હવે અમારા ગુરુજીને ભેટ આપીને સન્માનપૂર્વક વિદાય કરે. હવે એમને પણ અપરાધમુક્ત કરે.”
આ કથાને મર્મ એ છે કે વાચના કે વિદ્યા લેનાર વ્યક્તિ ગમે તેવું ઊંચું પદ કે વધુ વય ધરાવતું હોય તે પણ જે એ વાચનાદાતાને વિનય કરતા નથી તે એને વાચના ફળીભૂત થતી નથી. વિનીત હોય તેની વિદ્યા વધે. અવિનયી કે અવિનીત હોય તેની વિદ્યા કે વાચનામાં કોઈ વૃદ્ધિ થતી નથી.
વિદ્યા ઘટે ગર્વથી આ સંદર્ભમાં એક વ્યાવહારિક ઉદાહરણ જોઈએ. એક પંડિત પાસે બે વિદ્યાથીઓ ભણતા હતા. પંડિતજી બંનેને કશાય પક્ષપાત વિના અભ્યાસ કરાવે, બંનેને સરખું શીખવે. આ બે વિદ્યાર્થીમાં એક વિદ્યાથી વિનયી અને સરળહૃદયી હતે ગુરુ પ્રત્યે પ્રેમ અને
181
સ્વાધ્યાયનું પ્રથમ પાન