________________
નીકળી
હજુ
બહ ચાલતા જ એ અને
વિનીતની બીજી બધી વાત પણ સાચી નીકળી. અભિમાની વિદ્યાથીનું હૃદય ક્ષેભથી ખળખળી ઊઠયું. એને પાકી શંકા થઈ કે ગુરુ પક્ષપાતી છે. તેઓ આને વિદ્યા દે છે અને મને આપતા નથી.
ચાલતા ચાલતા બંને શિષ્ય એક નગરમાં પહોંચ્યા. નગરની બહાર બંનેએ સ્નાન અને પૂજાપાઠ કરવાનું નકકી કર્યું. સ્નાન કરીને બને સંધ્યા કરવા લાગ્યા. અભિમાનીએ ઝટપટ સંધ્યા કરી લીધી, જ્યારે વિનયી વિદ્યાથી શ્રદ્ધાપૂર્ણ હૃદયે ઈશ્વર-સ્તુતિ કરતા હતા.
એવામાં એક ઘરડી સ્ત્રી એ જ તળાવમાં સ્નાન કરીને પાણીને ઘડે ભરી ઘર તરફ પાછી ફરતી હતી કે એકાએક એને ઘડો ફૂટી ગયા. વૃદ્ધ સ્ત્રી અભિમાની વિદ્યાર્થી પાસે આવી અને બોલી,
અરે મહારાજ ! મારો એક પ્રશ્ન છે. મારો પુત્ર વિદેશ ગયો છે તે ક્યારે આવશે ?”
ઉદ્ધત વિદ્યાથી બે, “અરે માતાજી, એ તે કયારનેય મૃત્યુ પામ્યો છે.”
આ સાંભળીને તે વૃદ્ધા જોર જોરથી રડવા લાગી. નજીક બેઠેલા વિનયી શિષ્ય પોતાની સંધ્યા પૂર્ણ થતાં વૃદ્ધ સ્ત્રીને કહ્યું,
અરે માતાજી, રડે છે શા માટે? આપ ઘેર જાઓ. તમારે દીકરો રાજીખુશીથી ઘેર પહોંચી ગયો છે. અરે, તમારી રાહ જુએ છે.”
આ શબ્દો સાંભળતાં જ વૃદ્ધ સ્ત્રીના જીવમાં જીવ આવ્યો. એ તરત ઘર તરફ ચાલવા લાગી. ઘેર પહોંચતા જ એણે જોયું તે એને દીકરો રાહ જેતે હતે. જનની અને જાયો બંને પ્રેમથી એકબીજાને વળગી પડયાં.
વૃદ્ધ સ્ત્રીને આનંદનો પાર નહોતે. એણે વિનયી વિદ્યાથીનું ખૂબ સન્માન કર્યું અને કહ્યું, “સાચે જ આપે કહેલું સેએ સે ટકા સાચું પડયું. મારો દીકરો મને ક્ષેમકુશળ ઘેર મળી ગયો. આપનું જ્ઞાન પ્રશસનીય છે.” આટલું બોલીને વૃદ્ધાએ અભિમાની વિદ્યાથી
183. સ્વાધ્યાયનું પ્રથમ પાન