________________
અને ચોથા અનુગમાં ધર્મકથાઓનું વર્ણન છે. આમાં ધર્મકથાઓ દ્વારા વિષયને સરળતાથી સમજાવવામાં આવ્યો છે.
પહેલા અનુયોગમાં જીવાભિગમસૂત્ર', “સ્થાનાંગ, “સમવાયાંગ” આદિ આગમ આવે છે. બીજામાં “આચારાંગ”, “દશવૈકાલિકી વગેરેને સમાવેશ થાય છે. ત્રીજા અનુયોગમાં “ચંદ્રપ્રજ્ઞપ્તિ', “સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ આગમ આવે છે, જ્યારે ચોથા અનુગમાં “જ્ઞાતાધર્મકથા', ઉપાસકદશાંગ, અન્તકૃશાંગ”, “રાજપ્રશ્નીય”, “ઉત્તરાધ્યયન આદિ. આગમોને સમાવેશ થાય છે.
આ દૃષ્ટિએ જોઈએ તે મહાપુરુષ અને સાધકના જીવનની. ઉમદા કથાવાર્તાથી આગામે સમૃદ્ધ છે. ધર્મકથાનુયોગ જીવનને નવીન પ્રેરણા આપે છે. મહાપુરુષોની જીવનગાથા સાંભળીને જિજ્ઞાસુ વ્યક્તિના હૃદયમાં આધ્યાત્મિક લક્ષ તરફ દઢતાથી ડગ ભરવાની પ્રેરણા જાગે છે. આપણું ઘણું નવી રોશનીવાળા યુવકે કયારેક એમ કહી બેસે છે, “આ વાર્તાઓમાં છે શું? એને તે અમે પુસ્તકમાં વાંચી લેત.”
આ યુવકે એ ભૂલી જાય છે કે પુસ્તકમાં મળતી વાર્તા અને આ વાર્તાઓમાં આકાશ-પાતાળનું અંતર છે. મહાપુરુષ અને લક્ષ્યસિદ્ધિ કરનારા સાધકેની કથાઓમાં જીવનનું અમૂલ્ય તત્ત્વ નિહિત છે. આ વાર્તાઓ તે જીવનનું નવનીત છે અને તેમાં પણ જેનકથાઓની સૌથી મેટી વિશેષતા એ છે કે એ માટે ભાગે ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ ભણ પ્રેરિત કરનારી છે. આ કથાઓને અંત વૈરાગ્ય અને સાધનાની સિદ્ધિમાં આવે છે.
આત્માના કલ્યાણનું લક્ષ્ય આગમ સાહિત્યમાંથી જે કથાભાગ દૂર કરવામાં આવે તો આપણે ઈતિહાસ દફનાઈ જશે. આપણે તેની પાસેથી પ્રેરણા લઈશું? એ તે એક મને વૈજ્ઞાનિક તથ્ય છે કે સર્વસાધારણ પ્રજા વાર્તાની કમળ મધુર પદાવલિને કારણે જેટલી ત્વરાથી પિતાના કર્તવ્યને નિર્ણય કરી શકે છે તેટલી ઝડપથી લિષ્ટ કે રૂક્ષ તત્ત્વજ્ઞાનની ભાષાથી થતું નથી.
208 - ઓજસ દીઠાં આત્મબળનાં