________________
કથા કરનારમાં જરૂરી યોગ્યતા હોય તે જ આવી ધર્મકથા થઈ શકે. એની વાણી ગંભીર અને મધુર હેવી જોઈએ. કટુ વાણીથી તે દ્વેષ અને નફરત જ જાગશે. ધર્મકથાકારે કુશળ યુક્તિઓ દ્વારા શ્રોતાઓને પોતાની વાત પ્રત્યે આકર્ષવા જોઈએ. એમના મનમાં પિતાની વાત બરાબર ઠસાવી દેવી જોઈએ, અને તે જ સાંભળનારના હૃદયમાં ઉલ્લાસ પેદા કરી શકશે. સામાન્ય વ્યક્તિને પ્રારંભમાં ધર્મ પ્રત્યે આકર્ષવા માટે કથા ઉપકારક છે. કથા એને રસપ્રદ, રોચક અને ઉલ્લાસદાયક લાગે એ પછી સમય જતાં એને ધર્મને ગાઢ રંગ લાગે છે.
સમ્યકૂવને લાભ આક્ષેપણું ધર્મકથાના પણ ચાર પ્રકાર છેઃ (૧) આચાર–આક્ષેપણી (૨) વ્યવહાર–આક્ષેપણ (૩) પ્રજ્ઞપ્તિ-આક્ષેપણી અને (૪) દષ્ટિવાદઆક્ષેપણ. ૧, આચાર આક્ષેપણી:
શુદ્ધ ધર્માચરણના વ્યાખ્યાન દ્વારા શ્રોતાને ધર્માચરણ તરફ આકર્ષવામાં આવે તેવી આચાર-આક્ષેપણ કથા હોય છે.
કોઈ સાધકથી કઈ દેષ કે અપરાધ થઈ ગયો હોય, એને માટે પ્રાયશ્ચિત્ત અથવા તે “નિશીથ' કે વ્યવહારસૂત્રના વ્યાખ્યાન દ્વારા દોષશુદ્ધિના વ્યવહાર તરફ એને આકર્ષિત કરવામાં આવે એ વ્યવહાર-આક્ષેપણ કથા છે. | સંશયયુક્ત શ્રેતાને મધુર વચને કે યુક્તિઓથી સમજાવીને અથવા તે પ્રજ્ઞપ્તિ (પન્નવણા અથવા જંબૂદીપ-પ્રજ્ઞપ્તિ) સૂત્રના વ્યાખ્યાન દ્વારા તત્વ તરફ ગતિ કરાવનારી કથા કરવી તે પ્રજ્ઞપ્તિઆક્ષેપણ ધર્મકથા કહેવાય છે.
શ્રોતાની રુચિ, ગ્યતા અને ક્ષમતાને નજરમાં રાખીને સાત ને પ્રમાણે જીવાદિ તના વિશ્લેષણપૂર્વક કથન દ્વારા અથવા દષ્ટિવાદના વ્યાખ્યાન દ્વારા તત્વ પ્રત્યે આકર્ષાનારી ધર્મકથા દષ્ટિવાદઆક્ષેપણું કહેવાય છે.
216
ઓજસ દીઠાં આત્મબળનાં