________________
આપણે કથા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે છે. વિક્ષેપણું ધર્મકથા સમ્યક્ત્વની પુષ્ટિ કરાવે છે. સંવેગની ધમકથા મુક્તિની ઈચ્છા પેદા કરે છે અને નિર્વેદની ધર્મકથા સંસાર પ્રત્યે વૈરાગ્ય જગાડીને ત્યાગમાર્ગનું અનુંસંધાન કરી આપે છે.
ધર્મકથાને અધિકારી કેશુ? ધર્મકથા કરનાર માટે કેટલાક ગુણે આવશ્યક છે. ધીરતા, વૈરાગ્ય, સંયમદઢતા, વાણીમાધુર્ય, પ્રશાંતતા, સભાદક્ષતા અને સમયજ્ઞતા જરૂરી છે. આને અભાવ હોય તે ધર્મકથા કરતાં કરતાં વ્યક્તિ અર્થ અને કામની કથામાં ફસાઈ જાય છે. ધર્મકથા કરવાને અધિકાર કોને પ્રાપ્ત થાય છે તે વિશે જેના ઇતિહાસમાં એક ઉજજવળ દૃષ્ટાંત સાંપડે છે..
સાગરચંદ મુનિ શાસ્ત્રજ્ઞાન અને સ્વ-પર-સિદ્ધાંતમાં પારંગત થઈ ગયા તેથી એમના ગુરુએ એમને યોગ્ય સમજીને ધર્મ પ્રભાવના કરવા માટે જુદા વિચરણ કરવાની આજ્ઞા આપી. ગુરુની કૃપાને કારણે તેઓ જ્યાં જતા ત્યાં લોકોને હૃદયસ્પર્શી ઘર્મોપદેશ કરતા હતા. એમના અગાધ જ્ઞાનના પ્રભાવને લીધે તેઓ જ્યાં જ્યાં ગયા, ત્યાં આદરસત્કાર સાંપડતો ગયો. વિહાર કરતા કરતા તેઓ દૂર-સુદૂર આવેલા સુવર્ણ ભૂમિ' નામના દેશમાં પહોંચી ગયા. એ દેશમાં વિચરણ કરીને ધર્મ પ્રસાર કરવા લાગ્યા.
બીજી બાજુ સાગરચંદ મુનિના ગુરુ અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા. એમની પાસે બીજા શિષ્યો હતા, પણ બધા જ આળસુના સરદાર. વૃદ્ધ ગુરુ આખો દિવસ પિતાના કાર્યમાં મગ્ન રહેતા અને શિષ્યો ખાઈ-પીને લાંબી ઊંઘ ખેંચતા. ક્યારેક ગુરુ સ્વાધ્યાય કરવાનું કહે તે આળસુ શિષ્ય સાંભળ્યું-ન સાંભળ્યું કરી નાખે.
એક દિવસ ગુરુએ વિચાર્યું કે જો આ શિષ્યોને પાઠ ભણાવવામાં નહીં આવે તો તે આળસ નહીં છેડે. વળી, આ શરીરને પણ શે ભરોસો? હું તે થોડાં વર્ષોને મહેમાન છું. કયાં સુધી આ બધાને આશરે આપતે રહીશ? આખરે આ સહુએ જાતે જ પિતાને નિભાવ કરવાને છે.
221 ધર્મકથાને પ્રભાવ