________________
રામ અને રાવણ, કૃષ્ણ અને કસ, ક્રૂર પરદેશી રાજા અને શાંત ધ પ્રિય પરદેશી રાજા જેવી પરસ્પર વિરોધી વ્યક્તિઓની કથા સાંભળીને સામાન્ય માનવી તરત જ એ નિર્ણય કરી શકે છે કે મારે રામ બનવુ છે કે રાવણુ ? કૃષ્ણ અનવું છે કે કસ ? ગજસુકુમાર મુનિ અનવું છે કે સેામિલ બ્રાહ્મણ ? ક્રૂર પરદેશી રાજા જેવું જીવન જીવવું છે કે શાંત ધર્માત્મા પરદેશી રાજા જેવુ ? આ જ `ધ કથા-સ્વાધ્યાયનાં
.
ઉદ્દેશ અને રહસ્ય છે.
ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરનું જીવન પણ એક કથા જ છે. એમની જીવનકથામાંથી આપણને ક્રૂરમાં ક્રૂર જ'ગલી વ્યક્તિ કે પ્રાણીના પ્રેમપૂર્વક સામનો કરવાની દૃઢતા મળે છે. તપસ્યા દ્વારા ઘારમાં ઘાર ઘાતી કર્માંને નષ્ટ કરવાની ભાવના જાગે છે. સજનહિતાય આપત્તિ સહેવાની હિંમત સાંપડે છે. આ કારણે તે તીથ કરદેવ ધર્મકથાના માધ્યમથી શ્રેાતાને જીવનસત્ય સમજાવતા હતા. અહી એક વાત સમજવી જરૂરી છે. ધર્મકથા રૂપે કહેવાતી વાર્તા કેવળ મનેારજન બનવી જોઈએ નહીં, માત્ર હાસ્યરસને પોષક થવી જોઈ એ નહીં. એ તેા શ્રોતાઓને કર્તવ્યમાં પ્રેરિત કરનારી અને એમને સાચુ લક્ષ દર્શાવનારી હાવી જોઈ એ. આત્માનું કલ્યાણ અને ઉત્થાન થાય, ચારિત્ર્યમાં દઢતા આવે, ધમમાં રુચિ જાગે, એવી કથા જ વાસ્તવમાં ધ કથા છે, એવી કથા જ સ્વાધ્યાય-તપ છે.
માનવજીવનને માટે અને વિશેષે કરીને સાધકજીવનને માટે સ્વાધ્યાયનાં આ પાંચ સેાપાન પાર કરીને જ્ઞાનના દિવ્ય મદિરમાં પ્રવેશ કરવા જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિ આ પાંચ સેાપાનેા પર ધ્યાન આપે અને રાજરાજ સમય કાઢીને એને પેાતાના જીવનમાં સાકાર કરે તે એ જરૂર સ્વ-પરકલ્યાણ કરી શકે છે.
સ્થાન : જૈનભવન, બીકાનેર ૧૩ ઑગસ્ટ, ૧૯૪૮,
એ.-૧૪
209
-પરકલ્યાણનું સાધન : સ્વાધ્યાય