________________
શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. આ ચર્યાશી ગાદીઓ પાસેથી એમને વિજયપતાકા મળી. અંતે પિતાને દીક્ષાદાતા ગુરુ સાથે કાશીથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા.
બીજી બાજુ કેટલાંક વર્ષો પછી વિદ્યાદાતા પંડિતની આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઈ ગઈ. એમની પાસે કોઈ ભણનાર વિદ્યાથી પણ નહતું. આથી પંડિતજી પોતાના ભૂતપૂર્વ વિદ્યાથી “જસલાની
જમાં કાશી ગયા. એમને ક્યાંય જૈન જસલાને પત્તો લાગે નહીં, કારણ કે “જસલા નામને કેઈ જૈન સાધુ હતું નહીં. એમણે તે યશવિજયજી નામ ધારણ કર્યું હતું.
કેઈએ કહ્યું કે ખંભાતમાં યશોવિજયજી નામના પ્રચંડ વિદ્વાન જૈન સાધુ છે. પંડિતજીએ વિચાર્યું કે કદાચ એ જ ‘જસલે” હશે ! આથી તેઓ ખંભાત ગયા. ખંભાતના જૈન ઉપાશ્રયમાં વિશાળ શ્રોતાસમૂહ સમક્ષ ઉપાધ્યાય યશવિજયજી વ્યાખ્યાન આપતા હતા, શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને અમૃતવાણીનું પાન કરતા હતા. એવામાં વ્યાખ્યાન-મંડપમાં પિતાના વિદ્યાદાતા પંડિતજીને આવેલા જોઈને એકાએક વાણી થંભી ગઈ અને ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાનની પાટ પરથી નીચે ઊતરી ગયા. સભામાં સન્નાટો છવાઈ ગયે. શ્રોતાજને વિચારવા લાગ્યા, એકાએક ગુરુદેવ વ્યાખ્યાન અધૂરું મૂકીને કેમ ઊભા થઈ ગયા ?
પિતાના વિદ્યાદાતા પંડિતજી સમક્ષ યશવિજ્યજી વિનયપૂર્વક હાથ જોડીને ઊભા રહ્યા. પંડિતજીએ એમને શ્રદ્ધાપૂર્વક આશીર્વાદ આપ્યા. યશેવિયજીએ શ્રાવકેને કહીને પંડિતજી માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરાવી. એ પછી શ્રોતાઓને સંબોધતાં એમણે કહ્યું,
“આ મારા વિદ્યાદાતા ગુરુ છે. તમે મારી પાસેથી જે કાંઈ સાંભળી રહ્યા છે એની પાછળ એમની છાયા છે. જે એમણે મને યેગ્યતા આપી ન હતી તે આજે તમારી સમક્ષ હું જે કાંઈ બેલી રહ્યો છું તેને યોગ્ય પણ ન હતા. આથી તમે એમની જે કાંઈ સેવા કરશે તે મારી જ સેવા બનશે.”
190 ઓજસ દીઠાં આત્મબળનાં