________________
મહાત્માએ આ વૈરાગી સાધુને પૂછ્યું, “અરે ભાઈ તમે આ વિદ્યા કોની પાસેથી મેળવી ?? :
વૈરાગી સાધુને વાળંદને પોતાના ગુરુ તરીકે બતાવતાં શરમ આવી. આથી એણે કહ્યું, ' ' : ' '
“મહારાજ ! આપના જેવા કોઈ મહાત્મા જ હતા.” * પિતાના વિદ્યાદાતા ગુરુનું નામ છુપાવવા માટે એ વિદ્યાના અધિષ્ઠાતા દેવ ગુસ્સે થયા. એણે વૈરાગી સાધુના અદ્ધર લટકતા ત્રિદંડને એકદમ નીચે પાડયો. દંડ વૈરાગી સાધુના માથે અથડાઈને નીચે પડયો. પરિણામે વૈરાગી સાધુ પેલી વિદ્યાને ભૂલી ગયા. આમ વિદ્યાભ્યાસ કે શાસ્ત્રાભ્યાસ કરાવનારા ગુરુનું નામ છુપાવવું એ વિપરીત પરિણામ લાવે છે.
. . . ૬. વ્યંજન-આચાર
સૂત્રનાં પદો(અક્ષર)નું ઉચ્ચારણ યથાર્થ રીતે કરવું તેનું નામ વ્યંજનાચાર છે. કઈ પદ આગળ કે પાછળ બેલી જવું, જૂન કે અધિક બોલવું, અસ્પષ્ટ કે અશુદ્ધ બેલવું તે વ્યંજન-આચારને અતિચાર છે. ૭. અર્થ–આચાર
સૂત્રને જે અર્થ હોય એ જ અર્થ પ્રસંગ પ્રમાણે કરે તે અર્થ–આચાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને પ્રસંગ અનુસાર જે યથાર્થ અને કહિતકર અર્થ થાય તે જ કરવું જોઈએ. કઈ વાત ન સમજાય તે સમજાય તેટલાને જ અર્થ કરીને અંતે
ર્વ વેસ્ટીગળ્યું” કહેવું જોઈએ. આ જ એ સૂત્ર પ્રત્યે ન્યાય અને વફાદારી ગણાય. ઐતિહાસિક તથ્યથી વિપરીત મનમા ઉટપટાંગ અર્થ કરવો તે ન્યાયસંગત નથી. ૮. તદુભય-આચાર
વ્યંજન પણ શુદ્ધ અને કમબદ્ધ વાંચવા જોઈએ. અર્થ પણ યથાર્થ કરવું જોઈએ. આને તદુભય-આચાર કહેવામાં આવે છે.
- 195 સ્વાધ્યાયનું પ્રથમ પાન