________________
મગધસમ્રાટ શ્રેણિકને અભયકુમારની વાતમાં તથ્ય જણાયું. બીજી બાજુ અભયકુમારે ચાંડાલને કહ્યું, “જો તારે બચવું હોય તે. રાજાને બંને વિદ્યા શીખવી દે. હું તારા પ્રાણ બચાવવા માટે પ્રયત્ન કરીશ.'
ચાંડાલે કહ્યું, “જરૂર શીખવીશ. જે મારા પ્રાણ બચતા હેાય. તે વિદ્યા શીખવવામાં મને કેઈ મુશ્કેલી નથી.”
સિંહાસન પર બિરાજેલા મહારાજા શ્રેણિકને ચાંડાલ નીચે ઊભે. રહીને વિદ્યા શીખવવા લાગે. ચાંડાલે વિદ્યા શીખવવાને પુષ્કળ પ્રયત્ન કર્યો, પરંતુ રાજાને એને એક અક્ષર પણ સમજાતું નહોતું. ભણનાર અને ભણવનાર બંને હેરાન-પરેશાન થઈ ગયા. ઘણો વિચાર, કર્યો પણ સમજાતું નહોતું કે આમ થાય છે કેમ?
એક દિવસ રાજાએ ચાંડાલને કહ્યું, “અરે, તું મારી સાથે કપટ રમી રહ્યો છે? આટલા બધા દિવસથી વિદ્યા શિખવાડે છે, છતાં મને કેમ કશું આવડતું નથી ?”
ચાંડાલે કહ્યું, “મહારાજ, સાવ સાચું કહું છું કે હું મારી વિદ્યાને એક અક્ષર પણ આપનાથી છુપાવતા નથી અને આ વિદ્યા શીખવવાને મેં પૂરો પ્રયાસ કર્યો છે. કોઈ કસર રાખી નથી.”
મંત્રી અભયકુમાર આ સંવાદ સાંભળતા હતા. એણે રાજાને નિવેદન કર્યું, “મહારાજ, વિદ્યાથી ઊંચે આસને બેસે અને શીખવનાર નીચે આસને બેસે તે વિદ્યા આવે ક્યાંથી? ડેલને કૂવામાંથી પાણી લેવું હોય તે નીચે ઝૂકવું પડે. કૂવે પાણી આપવા માટે ઉપર ન આવે. એ જ રીતે વિદ્યા નમ્ર વિનયી) થયા વિના પ્રાપ્ત ન થાય. આપ આ ચાંડાલને સિંહાસન પર બેસાડો અને તમે નીચે બેસો તે જ વિદ્યા પ્રાપ્ત થાય.”
સાચી વાત છે તમારી અભયકુમાર. અમે ભૂલ કરતા હતા.” રાજાએ સરળતાથી કહ્યું. રાજા તરત જ સિંહાસન પરથી નીચે ઊતર્યો. ચાંડાલને સિંહાસન
180 ઓજસ દીઠાં આત્મબળનાં