________________
સાધ્વીઓને સંપર્ક કરાવો કે જેથી સાધુ-સાધ્વીએ તેમને ધર્મબોધ આપી શકે તેમ જ તેઓના લેકસંપર્ક માટે પણ સહયોગ આપ જોઈએ. આવાં અને આ જ પ્રકારનાં બીજાં સાર્વજનિક કાર્યોમાં સહયોગ આપવાની વાત એમની વૈયાવૃત્યની કટિમાં જ આવે છે. આ બધી વસ્તુઓ આપવી અથવા આ પ્રકારને સહયોગ આપવાની પાછળ વૈયાવૃત્ય કરનારની ઉત્તમ પાત્ર પ્રત્યે પ્રીતિ અને ભક્તિ હોય તે જ એ વૈયાવૃત્ય સાર્થક થાય છે. જે શરમાશરમી, દેખાદેખી, સાંસારિક સ્વાર્થથી અથવા તે કઈ ભય કે પ્રતિષ્ઠાની લાલસાથી આપવામાં આવે તે આવી વૈયાવૃત્ય સાર્થક નહીં થાય. ગૃહસ્થ આવી રીતે ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય તે કરે છે, પરંતુ ખુદ સાધુ-સાધ્વીઓ પણ પરસ્પરને માટે આહારાદિ લાવીને, શારીરિક સુશ્રષા કરીને તેમજ પૂર્વોક્ત સહયોગ આપીને વૈયાવૃત્ય કરી શકે છે.
દસ ઉત્તમ પાત્ર હવે આપણે એ જોઈ એ કે કયાં કયાં ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. “સ્થાનાંગસૂત્રમાં વૈયાવૃત્યને યોગ્ય મુખ્ય દસ પાત્ર બતાવવામાં આવ્યાં છે. તેને પાઠ નીચે મુજબ છેઃ
"दसविहे वेयावच्चे प० त०-आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, थेरवेयावच्चे, तवस्सिवेयावच्चे, गिलाण वेयावच्चे, सेहवेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेધાવજે, તામિ-વેચાવ ”
આચાર્ય–વૈયાવૃત્ય, ઉપાધ્યાય-વૈયાવૃત્ય, સ્થવિર-વૈયાવૃત્ય, તપસ્વી-વૈયાવૃત્ય, ગ્લાન-વૈયાવૃત્ય, શૈક્ષ્ય-વૈયાવૃત્ય, કુલ–વૈયાવૃત્ય, ગણ–વૈયાવૃત્ય, સંઘ-વૈયાવૃત્ય અને સાધમ–વૈયાવૃત્ય” આચાર્ય–ઉપાધ્યાય-વૈયાવૃત્ય :
રાષ્ટ્ર કે રાજ્યની વ્યવસ્થા માટે જેમ શાસક કે મંત્રી આદિની
* ઉવવાઈસત્રમાં આ જ રીતે દસ પ્રકારની વૈયાવૃત્ય દર્શાવવામાં આવી છે. 'તત્વાર્થસૂત્રમાં પણ વૈયાવૃત્યનાં દસ ઉત્તમ પાત્ર દર્શાવ્યાં છે. તે અંગે આ સૂત્ર જુઓ–“ રાધ્યાય-સરિૌલવાનળસંસાધુમ્બનાના
136. ઓજસ દીઠાં આત્મબળનાં