________________
અપાત્ર કે કુપાત્રમાં નાખવામાં આવે તે એને યથેચ્છ ફળ મળતું નથી; એને શ્રમ અને એનું બી પણ મોટેભાગે વ્યર્થ જાય છે.
ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય કરવાથી સૌથી મોટો લાભ એને એ થાય છે કે એને વિશ્વની વૈયાવૃત્ય કરવામાં સુગમતા રહે છે. આવાં ઉત્તમ પાત્ર જગતના જીવોને ધર્મના શુદ્ધ માર્ગ અને કલ્યાણમાગ પર લાવે છે તેથી એમની વૈયાવૃત્ય કરવાથી પરોક્ષ રૂપે સમગ્ર જગતની વૈયાવૃત્યનાં સમર્થન અને સહગને લાભ મળે છે. આવાં ઉત્તમ પાત્રો પોતે શુદ્ધ ધર્મનું ઉત્કૃષ્ટ રૂપે પાલન કરે છે તેથી પણ વૈયાવૃત્ય કરનારને લાભ થાય છે. આ દષ્ટિએ વિચારીએ તે ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય કરનાર માત્ર ઉત્તમ પાત્રોની જ વૈયાવૃત્ય કરતા નથી, પરંતુ વ્યાપક પણે ધર્મની વૈયાવૃત્ય કરે છે.
- ઉત્તમ પાત્રને સહેગ": ઉત્તમ પાત્ર પ્રત્યે હૃદયમાં વિનય, ભક્તિ અને સરળતા ધરાવનાર જ એમની થોગ્ય રીતે વૈયાવૃત્ય કરી શકે છે. ઉત્તમ પાત્રો એટલે કે સાધુસાધ્વીઓની વૈયાવૃત્ય. એમને માટે કલ્પનીય, એમની પ્રકૃતિને અનુકૂળ તેમ જ એમની સાધુમર્યાદાને ધ્ય વસ્તુ કે સહેગ આપીને જ થઈ શકે છે. સાધુ-સાધ્વીને એમને આહારમાં સચિત્તવસ્તુ કલ્પનીય હેતી નથી. એમને આહારમાં કે ઔષધમાં આવી સચિત્ત-વસ્તુ આપીએ તે એમની યોગ્ય વૈયાવૃત્ય નહીં થાય. બીજા મંદિરમાં દેવેને ઘી ચડાવવામાં આવે છે, પરંતુ ભૈરવજીના મંદિરમાં તે તેલથી જ પૂજા કરવી ઉચિત મનાય છે. આ રીતે બીજે સંન્યાસી કે યોગીઓ એમના આહારમાં સચિત્ત-વસ્તુ લેતા હોય પણ જેને સાધુ-સાધ્વી લેશે નહિ. આથી એમની ભક્તિ, આહાશદિમાં અચિત્તવસ્તુ આપવાથી જ થઈ શકશે. . . . . !
વૈયાવૃત્ય કરનારે સૌપ્રશમ એ વિવેક દાખવી જોઈએ કે તે જે વૈયાવૃત્ય પાત્રની વૈયાવૃત્ય કરવા માગે છે એમને માટે કઈ વસ્તુ ગ્રાહ્ય છે, કલ્પનીય છે, તેમને ક્યા પ્રકારની ચીજ ખપે છે ઉત્તમ પાત્રોને ગ્રાહ્ય એવી વસ્તુઓની સૂચિ આ પ્રમાણે છે :
134 જસદીઠાં આત્મબળનાં