________________
સાત. ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય
=
1
કોઈ પણ ભૂમિ પર ખેતી કરતાં અગાઉ ખેડૂત એ જુએ છે કે આ ધરતી ઊષર તે નથી ને? બી નાખતાં અગાઉ પહેલે વિચાર કરે છે કે આ પથ્થરિયા ભૂમિ તે નથી ને? જે એ - ફળદ્ર ભૂમિમાં બી વાવે છે તે એ બી ઊગી નીકળે છે અને એક દિવસ ધાન્યના રૂપમાં એનું સુંદર ફળ મેળવે છે, પરંતુ ઉજજડ કે પથરીલી ભૂમિમાં બી વાવે તે એ બી નકામું જાય છે જ; -વળી એને શ્રમ નિરર્થક થાય છે અને એ કશુંય ફળ મેળવતે નથી.
વૈયાવૃત્યની બાબતમાં આવું જ કહી શકાય. જે વ્યક્તિ વૈયાવૃત્ય–તપમાં પોતાનાં શરીર અને મનની એકાગ્રતા સાધીને પ્રયત્ન કરે છે તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. વૈયાવૃત્યનું બીજ ઉત્તમ - પાત્રો કે મધ્યમ પાત્રોમાં નાખવાને બદલે જે
- 133 - ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય.