________________
અર્થ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ પણ કરી શકાય. આ અર્થ વ્યાપક અને ઉચિત છે. સાધુ-સાધ્વી દ્વારા પિતાની સાધુમર્યાદામાં રહીને અને શ્રાવક-શ્રાવિકા દ્વારા પિતાની શ્રાવકમર્યાદામાં. રહીને સંઘની ઉન્નતિનું કાર્ય કરવું. સંઘમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને પરસ્પર વાત્સલ્યભાવની વૃદ્ધિ તથા શુદ્ધ ધર્મને પ્રસાર કરે તેમ જ આવાં કાર્યોમાં પરસ્પર સંહગ આપે એ સંઘ-વૈયાવૃત્ય છે. બીજી રીતે વિચારીએ તે સાધુ-સાધ્વીની વૈયાવૃત્ય શ્રાવક-શ્રાવિકાઓ. તેમને ગેચરી, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ આપીને કરે અને સાધુસાધ્વી શુદ્ધ ધર્મપ્રેરણા, કર્તવ્યપ્રેરણા તથા વ્રત–નિયમ આદિની પ્રેરણા આપીને શ્રાવક-શ્રાવિકા વર્ગની વૈયાવૃત્ય કરે. સાધમ–ડવૈયાવૃત્ય:
એક સમાન ધર્મ પાળનારાએ સાધમ કહેવાય. સાધુધર્મનું પાલન કરનારા બધા જ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ એકબીજાનાં સાધમી છે. એવી જ રીતે શ્રાવકધર્મનું પાલન કરનારાં બધાં જ શ્રાવક-શ્રાવિકા એકબીજાનાં સાધમ ગણાય. વળી, એક જ ધર્મ એટલે કે જૈન ધર્મની દષ્ટિએ વિચારીએ તે માત્ર સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા જ નહિ પરંતુ માર્ગાનુસારી ધર્મનું પાલન કરનાર તમામ ભાઈબહેને પણ એકબીજાનાં સાધમી કહેવાય. આને કારણે સાધમીના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે –
૧. જેમને સમાન વેશ હોય તેમને લિંગથી સાધમી કહીએ. છીએ.
૨. જેમનું સમાન પ્રવચન (શાસન) હેય એમને પ્રવચનથી. સાધમ કહેવામાં આવે છે.
• આમ તે “ભગવતીસૂત્રમાં ભગવાનની વાણીનું શ્રવણ કરતા હોવાને લીધે સાધુઓને “શ્રાવક કહ્યા છે અને એમને માટે “સાત્રિા સાવ” એવું ઉધન વપરાયું છે. આને અર્થ છે વિશાલાના પુત્ર વૈશાલિક (મહાવીર)ને શ્રાવક. આ દષ્ટિએ જોઈએ તે તમે અને અમે બધાં જ સાધમી છીએ.
154 ઓજસ દીઠાં આત્મબળનાં