________________
નિયમિતપણે પ્રતિદિન સ્વાધ્યાય કરવાથી શાસ્ત્ર કે ગ્રંથનું રહસ્ય પામી શકાય છે; એની ગહન વાણીને મર્મ સમજી શકાય છે. એમાં રજૂ થયેલા વિચારોની ગરિમા સમજી શકાય છે અને આત્મસાત્ કરી શકાય છે. નિયમિત સ્વાધ્યાય થાય તે જ અધ્યયનને અર્ક અંતરમાં સ્થાપિત થાય છે.
દૈનિક સ્વાધ્યાયના કેટલાક વિશિષ્ટ લાભની વાત જ અનેરી છે. શાસ્ત્ર કે ગ્રંથમાં ઉલ્લેખિત વિષયમાં નવા નવા અર્થની રફુરણા દૈનિક સ્વાધ્યાય કરવાથી જાગે છે. અર્થ નો અનુભવ આપે. આ રીતે દૈનિક સ્વાધ્યાયથી નવીન વિચારસૃષ્ટિને ઉઘાડ થાય છે. વળી દૈનિક સ્વાધ્યાયકર્તા શાસ્ત્રમાં પ્રતિપાદિત મહાપુરુષોના અનુભવની સાથે સ્વજીવનના અનુભવને તાલ મેળવવા કે તાળો મેળવવા પ્રયાસ કરે છે. આવી ગહન મથામણ અને પ્રછન્નપણે ચાલતી આંતરપ્રક્રિયાથી અપૂર્વ આનંદને અવસર જાગે છે; અંગત સ્વાનુભવ પર જ્ઞાની પુરુષોના પ્રત્યક્ષ અનુભવની મુદ્રા અંક્તિ થતાં એના જીવનની દિશા સ્પષ્ટ થાય છે, એનાં અંતરદ્વાર ખૂલી જાય છે, એનું આંતરવ્યક્તિત્વ આધ્યાત્મિક અનુભવને આનંદથી ખીલી ઊઠે છે. આ સ્થિતિના આનંદને બૃહદ્ ભાષ્યકારની વાણીએ કેવી પ્રસન્નતાથી વર્ણવ્યું છે
“जह जह सुयमोगाहइ अइसयरसपसरसंजुयमपुर ।
तह तह पल्हायइ मुणी नव-नव संवेग-सध्धाओ ॥” સ્વાધ્યાયકર્તા સાધક જેમ જેમ શાસ્ત્રોનું અવગાહન કરે છે અને એનું વધુ ને વધુ ઊંડું આચમન કરે છે તેમ તેમ એને અતિશય રસથી યુક્ત એવું અપૂર્વ અર્થ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી નવા-નવા સંવેગ(શદ્ધ ભાવેને પ્રવાહ)થી એ શ્રદ્ધાશીલ મુનિને આત્મા પ્રસન્ન થાય છે.”
આ વિષયમાં બૌદ્ધ સાહિત્યમાંથી મળતું એક કથાનક અત્યંત પ્રેરક છે.
કજ સમ્રાટ તિમિડની ભવ્ય રાજસભામાં એક દિવસ એક બૌદ્ધ ભિક્ષુ આવ્યા અને એણે કહ્યું, “મહારાજ, હું ત્રિપિટકાચાર્ય .
0 161 એ.-૧૧
સાધનાનું નંદનવન : સ્વાધ્યાય