________________
છે અને રાવણને અંશ કેટલો છે? આમાંથી હિતકર હશે તેને અપનાવશે અને અહિતકર હશે એને ત્યાગ કરશે.
ચક્રવતીને બદલે તપસ્વી સ્વાધ્યાય કરતાં કરતાં જીવન ક્ષણભંગુર છે અને “અમે અજર-અમર છીએ' એમ બંને પ્રકારના પ્રસંગે તમને મળશે. આનાથી ગભરાવાની જરૂર નથી અથવા તે કઈ એકને સ્વીકારીને આંધળદેટ લગાવવાની જરૂર નથી. હકીકતમાં બંને વચ્ચે સેતુ સધા જોઈએ, એને સમન્વય સાધવો જોઈએ. વીજળીના બે તાર મળે તે જ પ્રકાશ આપે છે એ જ રીતે જીવનની ભંગુરતા અને નિત્યતા બંનેને સમન્વય આપણા જીવનમાં પ્રકાશ અને ગતિનું પ્રદાન કરે છે.
સ્વાધ્યાયને લીધે જીવનની અપરંપાર ઘટનાઓ જાણવા અને સમજવા મળશે. વિAવનાં ઘટના-ચકોને સ્વાધ્યાય પણ અનેક અનુભવ આપશે. આ બધા અનુભવને મેળાપ સાધો. મહાપુરુષોના જીવનના જે અનુભવે સામાન્ય કે સપાટી પરના લાગે તેને છેડી દો, અને વિશિષ્ટ પુરુષોના અનુભવને જ ઉદાહરણીય માનીને ચાલવું જોઈએ. આ જ જીવનના સ્વાધ્યાયને લાભ છે. " મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અયોધ્યા છેડીને વનની વાટે સંચરતા હતા ત્યારે અધ્યાવાસીઓ તેમની પાછળ પાછળ આવતા હતા. રામે -એમને આયોધ્યા પાછા ફરવા જણાવ્યું, પરંતુ અયોધ્યાવાસીઓ તો રામની સાથે જ જવા આતુર હતા. રામે વારંવાર એમને અયોધ્યા પાછા જવા કહ્યું ત્યારે અધ્યાવાસીઓએ શ્રીરામને વિનંતી કરીઃ “ “આપ તે અયોધ્યા ત્યજીને વનવાસ જઈ રહ્યા છે. અમને કેઈ એ સંદેશ આપે કે જે અમારા જીવનમાં લાભદાયી બને.” - રામે કહ્યું, “આ હમણાં જ તમારી સામે જે ઘટના બની છે તેનાથી વિશેષ બીજે કયે સંદેશે હેઈ શકે ? જે સુવર્ણસિંહાસન માટે આટલી બધી તૈયારીઓ કરવામાં આવી હતી, અધ્યાનગરીને સ્વર્ગની નગરી જેવી બનાવવામાં આવી હતી એ બધી જ વાત
165 સાધનાનું નંદનવન સ્વાધ્યાય