________________
અપીએ છીએ. આપણું જીવનમાં એ સુવિચાર, શુદ્ધ આચાર, તપ આદિને અપનાવી શકીએ છીએ.
આટલી વિવેચના પછી સ્વાધ્યાયના મહત્વને તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વાધ્યાયનું આનાથી વિશેષ મહાભ્ય પણ છે. કોઈ લેખંડની ચીજને તમે ઉપયોગ કરો નહિ, તે તેના પર કાટ લાગે છે અને થોડા જ સમયમાં સડીને ખતમ થઈ જશે. એને કશે ઉપગ નહિ કરી શકે. આવી જ રીતે આત્મા કે જીવનનું પણ જે આપણે વારંવાર જાગૃતિપૂર્વક સંમાર્જન ન કરીએ અને એના તરફ ઉપેક્ષા દાખવીએ તે તેના પર પણ કષાયાદિને કાટ લાગશે અને પરિણામે આત્માને વિનાશ તરફ લઈ જશે. આ આત્મા સત્ત્વહીન અને બળહીન થતાં કેઈ મહાન ધર્મકાર્ય કરી શકશે નહિ.
સ્વાધ્યાય દ્વારા જ આત્માને વારંવાર જાગૃત રાખી શકાય છે, જેથી એના પર કષાયાદિને કાટ લાગે નહિ. વારંવાર સ્વાધ્યાય કરવાથી આત્મા પિતાને મૂળ સ્વભાવ, પિતાના અસલ ગુણો અને પોતાની શક્તિઓને જાણી શકે છે, જેથી ક્રોધ જેવા કષાય સામે સતત સાવધાન રહે છે. સ્વાધ્યાયથી આત્મા બળવાન બને છે અને તે દ્વારા વ્યક્તિ મહાન ભગીરથ ધર્મકાર્ય કરી શકે છે. આથી સ્વાધ્યાય આત્માને શુદ્ધ અને બળવાન બનાવીને એને મહાત્મા બનાવે છે. આવા મહાત્માને પરમાત્મા સાથે જોડનારી કડી એટલે સ્વાધ્યાય.
ચિર-સ્વાધ્યાયનું ફળ શામાં અનેક સ્થળોએ સ્વાધ્યાયના મહાસ્યનું વર્ણન મળે છે.
"बारसविहंमि तवे अभितर-बाहिरै कुसलदिठे ।
न वि अत्थि न वि अ होहे सज्झायसमं तवोकम्मं ॥" “સર્વજ્ઞ પ્રભુના નિપુણ અનુભવોની આંખેથી લેવામાં આવેલાં બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ બીજુ કોઈ નથી અને બીજું કઈ થશે પણ નહીં.
167 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય