________________
પંદર વર્ષ સુધી સમગ્ર બૌદ્ધ જગતમાં તીર્થાટન કરીને ધર્મનાં ગૂઢ તનું મેં રહસ્યદ્ઘાટન કર્યું છે. હવે મારી ઈચ્છા આપના રાજ્યના મુખ્ય ધર્માચાર્ય બનવાની છે અને તેથી જ અહીં આવ્યા છું. મારી એવી ઈચ્છા છે કે કમ્બેજનું શાસન ભગવાન બુદ્ધના આદેશ અનુસાર ચાલે.”
સમ્રાટ તિમિલ ભિક્ષુની ઈચ્છા સાંભળીને સહેજ હસ્યા અને બોલ્યા, “આપની ભાવના ઉત્તમ છે અને મંગલકારી છે, પરંતુ આપને મારી એટલી વિનંતી છે કે આપ ધર્મગ્રંથને ફરી એકવાર સ્વાધ્યાય કરો.” જ છે
આ સાંભળી બૌદ્ધ ભિક્ષુને મને મન ખૂબ ગુસ્સે થયે, પરંતુ સમ્રાટની વિનંતીને વિરોધ કરી શક્યો નહીં. વળી મનમાં એમ પણ વિચાર્યું કે ભલે ફરીવાર બધા ધર્મગ્ર વાંચી જાઉં. આટલી નાનકડી વાતથી સમ્રાટ સંતુષ્ટ થતા હોય અને ધર્માચાર્ય જેવું પ્રતિષ્ઠિત પદ આપતા હોય તે શા માટે આ સુંદર મોક હાથથી જવા દે?
બૌદ્ધ ભિક્ષુ ધર્મગ્રંથના સ્વાધ્યાયમાં લીન બની ગયે. સર્વ ગ્રંથને અભ્યાસ કરીને એ બીજા વર્ષે સમ્રાટની સામે ફરી ઉપસ્થિત થયો ત્યારે સમ્રાટે ફરી કહ્યું, “આપ ફરી એકવાર એકાંતમાં ધર્મગ્રંથને સ્વાધ્યાય કરે તો તે શ્રેયસ્કર બનશે.”
ભિક્ષુનું મન કેધથી ખળભળી ઊડયું. સમ્રાટે કરેલું અપમાન એ સહન કરી શક્યો નહીં. આખો દિવસ આમ તેમ ભટકીને સાંજે નિર્જન એવા નદીકિનારે પહોંચ્યો. ભિક્ષુએ સાંધ્યપ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થતાં નિશ્ચય કર્યો કે હવે તે એ ખૂબ તન્મયતાથી સ્વાધ્યાય કરશે. બીજા દિવસથી જ એ સ્વાધ્યાયમાં ડૂબી ગયે. આ વખતે સ્વાધ્યાય કરતાં તેને અપૂર્વ આનંદ થયે. શબ્દો એના એ જ હતા, પણ નવા નવા અર્થ એની ચેતનામાં ચમકવા લાગ્યા. સ્વાધ્યાય એનો નિત્યક્રમ બની ગયે. આનંદ એની નિત્ય અનુભૂતિ થઈ ગઈ. કયારેક
162 ઓજસ દીઠાં આત્મબળનાં