________________
વિના માનવાવાળી વાર અને
એ નિર્ગથ ગચ્છનું નામ કેટિગણું પડ્યું. એમાંથી એક વજ. શાખા નીકળી જે વજસ્વામી(દસ પૂર્વધર)ના નામથી પ્રચલિત થઈ એમને પણ એક રસપ્રદ પ્રસંગ તમને કહું
વાસ્વામીએ જ્યારે અનશન (સંથારે) કર્યુ ત્યારે કહ્યું હતું કે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડશે. જે દિવસ કોઈ ગૃહસ્થને ત્યાં એક લાખ મુદ્રાના અન્નની એક હાંડીને ચૂલા પર ચડાવવામાં આવે ત્યારે સમજી લેવું કે એના બીજા દિવસથી જ સુકાળ થઈ જશે.
ભયંકર દુષ્કાળ પડયો. મનુષ્ય અને પશુની ભારે દુર્દશા થઈ હતી, અનાજ અત્યંત મધું થઈ ગયું હતું. વળી વાહનવ્યવહારના સાધનને અભાવે કયાંય બહારથી તરત અન્ન આવી શકે તેમ નહોતું. સોપારક ગામ(અમદાવાદથી મુંબઈ જતાં રસ્તામાં આવતું સોપાલા ગામ હેય)માં એક શ્રાવક પરિવાર અનાજના અભાવે ભારે દુઃખી થઈ ગયો હતે. ઘણી મુશ્કેલીથી એક લાખ મુદ્રા આપ્યા પછી એક હાંડીમાં પકાવી શકાય તેટલું અનાજ મળ્યું.
પરિવારના બધા લેકે એ વિચાર્યું કે રોજ રોજ એક લાખ મુદ્રા લાવીશું કયાંથી? તેમાંય વળી એક લાખ મુદ્રા દેતાં આજે માંડ માંડ અન્ન મળે છે. એના બદલે શા માટે આજે આ અનાજની હાંડીમાં વિષ નાખીને ભેજન કરીને સદાને માટે સૂઈ ન જવું?
આવું વિચારીને એક લાખ મુદ્રાની કિંમતના અનાજની હાંડી ચૂલા પર ચડાવવામાં આવી. હાંડીમાં અન્ન રંધાતું હતું અને હાંડીને ચૂલા પરથી ઉતારી લેવામાં આવી. વાસ્વામીના શિષ્ય એ વખતે
પારક ગામમાં આવ્યા હતા અને એ જ સમયે ગોચરીને માટે આ શ્રાવકને ત્યાં પહોંચ્યા.
સાધુપુરુષને જોતાં જ બધાએ કહ્યું, “ઓહ, કેટલાં બધાં બડભાગી છીએ અમે? આપ યોગ્ય સમયે પધાર્યા છે.”
સાધુને શંકા થઈ કે કદાચ અમારા આવવાથી આ બધાંને કઈ બાબતની ખલેલ તે પડી નથી ને? સાધુએ વિશેષ પૂછતાછ કરતાં
152 ઓજસ દીઠાં આત્મબળનાં