________________
- દેવતાઓ બે હેતુથી ઉપસર્ગ આપતા હોય છે. એક તે ધર્મ પરની દઢતાની પરીક્ષા માટે, તેમજ બીજું શ્રેષબુદ્ધિથી કષ્ટ આપવા માટે. પેલે દેવ પરીક્ષા કરવા માટે પૃથ્વીલોક પર આવ્યો હતો, પરંતુ એને ખટે ઇરાદો નહોતો. પરીક્ષાથીની કસોટી કરવા માટે પરીક્ષક અઘરામાં અઘરો પ્રશ્ન પૂછે છે અને અટપટી સમસ્યા ઊભી કરે છે. આ દેવે બે સાધુઓનાં રૂપ બનાવ્યાં. એક બીમાર સાધુ અને બીજે સ્વસ્થ સાધુ.
સ્વસ્થ સાધુ નદીષેણ મુનિની પાસે પહોંચે. આ સમયે મુનિરાજ બહારથી આહાર લઈને આવ્યા હતા અને ભજન કરવા બેઠા હતા ત્યાં જ એમણે કહ્યું,
અરે ! આમ તો તું વૈયાવૃત્ય કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે અને બીમાર સાધુની કશી ખબર પણ લેતે નથી?
નંદીષેણ મુનિએ કહ્યું, “ભાઈ, મને માફ કરજો. મને ખબર નહોતી. કયાં છે એ બીમાર સાધુ?”
આગતુક સાધુ બોલ્યા, “ચાલ તને બતાવું. એ તે જંગલમાં પડ્યા છે.”
આગંતુક સાધુની સાથે નંદીષેણ મુનિ ચાલ્યા અને પિલા બનાવટી બીમાર સાધુ હતા ત્યાં પહોંચ્યા. એ બનાવટી બીમાર સાધુએ પિતાની બીમારીની વાત કરી, ત્યારે વૈયાવૃત્ય કરતાં નંદીષેણ મુનિએ વિનયપૂર્વક કહ્યું, “મુનિવર, અહીં આપને કેઈ ઇલાજ થઈ શકે તેમ નથી, તમારી સારસંભાળ અહીં બરાબર લેવાય તેમ નથી તેથી આપ મારી સાથે નગરમાં ચાલે.”
બનાવટી સાધુએ વેદનાભર્યા અવાજે કહ્યું, “અરે ભાઈ! જે હું ચાલી શક્તિ હેત તે શા માટે આમ અહીં પડ્યો હોત ?” - નંદીષેણ મુનિએ કહ્યું, “આપ ચાલી શકતા ન હો તેને કંઈ વધે નથી. આપને હું ખભા પર ઉઠાવીને લઈ જઈશ.”
143 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય