________________
આ નગરીના એક ગાંધીને ત્યાં આ બંને વસ્તુઓ મળતી હતી. આથી ચારે મિત્રો એ ગાંધી પાસે ગયા અને કહ્યું, “આપની પાસે રત્નકંબલ (અત્યંત મૂલ્યવાન કંબલ) અને બાવનાચંદન એ બંને હોય તે અમને આપ. એની જે કાંઈ કિંમત હોય તે અમે આપવા તૈયાર છીએ.”
ગાંધીને મનમાં એ શક ગયો કે શા માટે આ યુવકે આટલી બધી કીમતી ચીજો માંગતા હશે? આથી એણે પૂછ્યું, “અરે ભાઈ, આ બંનેની તમારે શી જરૂર છે?”
ચારેય મિત્ર બોલ્યા, “એક મુનિરાજના શરીરમાં થયેલા રેગના ઉપચાર માટે આની જરૂર છે. તેમના શરીરમાં કીડા પડ્યા છે અને તેથી તેઓ તીવ્ર વેદના ભેગવે છે.”
ગાંધીએ મને મન વિચાર્યું, “અરે! હું આટલો બધે ધનાઢય છું, મારો વેપાર પણ સારી રીતે ચાલે છે. એક મુનિરાજના રોગોપચાર માટે પૈસા લઈને આ ચીજવસ્તુઓ આપું તે મારા જેવી સુખી વ્યક્તિને માટે ભારૂપ નથી. આ ચાર છોકરાંઓ આટલી નાની ઉંમરમાં મુનિરાજની સેવા કરવાની આવી ભાવના રાખે છે અને મારી પાસેથી આવી કીમતી વસ્તુઓ ખરીદવા માગે છે તે પછી હું જ શા માટે આ મુનિરાજની સેવાને લાભ ન લઉ ?” ,
ગાંધીએ પિતાના હૃદયની ભાવના પ્રગટ કરતાં કહ્યું, “ભાઈ ! મારી તમને એક નમ્ર વિનંતી છે.”
યુવકેએ કહ્યું, “જરૂર કહે.”
ગાંધીએ નમ્રતાથી કહ્યું, “તમે લોકો મને આ સેવાને અવસર નહીં આપે? મને ભાવના થઈ છે કે આ સેવાને લાભ હું લઉં.”
યુવકોએ પૂછ્યું, “એ વળી કઈ રીતે બની શકે ?”
ગાંધીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “મારી ઈચ્છા છે કે આ રત્નકંબલ અને બાવનાચંદનને આપ મારા તરફથી સ્વીકાર કરે.” યુવકોએ વિનયપૂર્વક કહ્યું, “કિંમત આપ્યા વિના કઈ વસ્તુ
147 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય