________________
કાર્યમાં પ્રવૃત્ત કરવાં, એમને યોગ્ય કાર્ય સેંપવું, વળી જેનામાં એ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તેને એ કાર્ય કરતાં અટકાવ, કઈ સાધુને કઈ વસ્તુની જરૂર હોય તે તે ગ્ય સાધુ કે સાધ્વીને આજ્ઞા આપીને મંગાવવી. પ્રવર્તકની આજ્ઞાની અવગણના કરવાને અધિકાર કઈ પણ સાધુ-સાવીને નથી. આચાર્ય આદિની ગેરહાજરીમાં અથવા તે તેઓ દૂર હોય ત્યારે પ્રવતકની આજ્ઞાથી સાધુ-સાધ્વી ચાતુર્માસ આદિ પ્રવૃત્તિ કરી શકે છે. જે પ્રવર્તકને જરૂર લાગે તે તેઓ આચાર્ય-ઉપાધ્યાયની સેવામાં ઉપરની બાબત વિશે નિવેદન કરી શકે છે.
" સંઘની વૈયાવૃત્ય તપિવિધિસહિત શાસ્ત્રીય જ્ઞાનમાં પારંગતતા અને જૈનદર્શનમાં પાંડિત્ય પ્રાપ્ત કર્યા પછી પાંડિત્યને ન્યાસ કે સ્થાપના જેમનામાં કરવામાં આવે તેમને પંન્યાસ કહેવામાં આવે છે. સંઘરૂપી રથને મજબૂત બળદની માફક જે વેગપૂર્વક આગળ લઈ જવામાં મુખ્ય સહાયક અને તેને વૃષભ (સાધુ) કહેવામાં આવે છે.
- પંન્યાસનું કાર્ય છે તપસ્યા કરાવવી, ઉપધાન કરાવવાં કે અન્ય ધર્મોત્સવ કરાવવા. પંન્યાસ દ્વારા તપસ્યા, ઉપધાન આદિ કાર્ય થતાં હોવાથી તેને અંતે માત્ર વાસક્ષેપ નાખવાનું કામ આચાર્યનું હોય છે. બીજું બધું કામ આચાર્યની નિશ્રામાં પંન્યાસ કરે છે.
આવી જ રીતે વૃષભ(સાધુ)નું કાર્ય એ છે કે ગચ્છમાં જે સમયે જે વસ્તુની આવશ્યકતા હોય તેને ગમે ત્યાંથી શોધીને પણ લઈ આવવી. જે કોઈ સાધુ–સાવીને સંઘ પાસેથી કઈ વસ્તુ પ્રાપ્ત ન થાય અથવા તે તેઓ કોઈ વસ્તુને પ્રબંધ કરી શકે નહિ તે સમયે “વૃષભ જ્યાંથી મળે ત્યાંથી લાવીને તેની વ્યવસ્થા કરે છે.
આચાર્ય–ઉપાધ્યાય તે સ્વયં પિતાની જવાબદારીઓનું પાલન કરવાની સાથે સંઘની વૈયાવૃત્ય (સેવા) કરે છે, પરંતુ એમને આધીન રહીને ગણી, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ અને વૃષભ પણ પિતાની
138 એજિસ દાઠાં આત્મબળનાં