________________
ભૌતિક વૈભવ અને સુખ-સાધન મનુષ્ય કરતાં એમની પાસે અનેક ગણું વધારે છે. દેવેને આટલે બધે દ્રવ્ય-વિકાસ થયો હોવા છતાં ભાવ-વિકાસની બાબતમાં મનુષ્ય કરતાં ઘણું પાછળ છે. મનુષ્યમનુષ્યત્વ, સમ્યક દર્શન, વ્રત-ગ્રહણ, મહાવ્રત-ગ્રહણ, કષાય-વિજય, ઈન્દ્રિય-વિજ્ય ઈત્યાદિ સંપાનેને કમશઃ સર કરીને સંપૂર્ણ કર્મક્ષયની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચી શકે છે. એનામાં જેટલે સ્વાર્થ, લેભ, દ્વેષ, મેહ, દ્રોહ અને અલંકારને બેજ એ છે થશે એટલી જ ઝડપથી એ ઉત્તરોત્તર ભાવવિકાસ સાધી શકશે.
સામાન્ય કેવલી અને તીર્થકરમાં જ્ઞાન અને દર્શનની સમાનતા હોવા છતાં બીજાને માટે પ્રાણત્યાગ કરનારા અને પ્રાણીમાત્રની સેવાને વિરાટ સંક૯૫ ધરાવનારા તીર્થકર અત્યધિક લોકપ્રિય બને છે, પ્રજા એમને વિશેષ ઓળખે છે અને એમનાં જન્મ, દીક્ષા, નિર્વાણ આદિ કલ્યાણના સમયે ખુદ દેવ અને દેવેન્દ્ર પણ આદરપૂર્વક નમે છે. સાચું પૂછો તે પ્રાણીમાત્રની સેવા જ એમને તીર્થકર જેવા ઉચ્ચ પદ પર પહોંચાડે છે. “ઉત્તરાધ્યયન સૂત્ર” આની સાક્ષી આપે છે. એમાં પષ્ટ કહ્યું છે–
પ્ર-વૈયાવરો મંતે વે કિં ગળથર ?” उ०-"वैयावच्चेणं तित्थयरनामगोत्तं कम्म निबंधइ ।”
મહામુનિ ગૌતમ ગણધરે ભગવાન મહાવીરને પૂછયું, “હે ભગવાન ! વૈયાવૃત્યથી આત્મા શો લાભ પ્રાપ્ત કરે છે?” ત્યારે ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, “વૈયાવૃત્યથી આત્મા તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે.”
સાચે જ નિસ્પૃહતા અને નિષ્કામ ભાવનાથી કરાયેલા વૈયાવૃત્યથી તથા માનવચિત્તમાં આનંદ, ઉલ્લાસ અને શાંતિ વધારનારી પવિત્ર પ્રવૃત્તિ કરવાથી તીર્થકરપદ પ્રાપ્ત થાય જ ને! પ્રાણીમાત્રની સેવાને પવિત્ર સંકલ્પ પૂર્ણ થતાં જ તીર્થકરપદ પ્રાપ્ત કરનાર મહાપુરુષ સ્વકલ્યાણની સાથેસાથ અનંત પ્રાણીઓને દુઃખ અને અશાંતિના
1
120
ઓજસ દીઠાં અલ્મળના