________________
છે. નિષ્કામ સેવાભાવીએ ઘણીવાર ખોટા આક્ષેપ, જૂઠી નિંદા, ટીકાઓ અને ધમકીઓ સહન કરવી પડે છે. કયારેક સેવક પર એવો આરોપ મુકાય છે કે એ સંસ્થાના રૂપિયા હડપ કરી ગયો છે. ક્યારેક તેષી અને ઈર્ષાળુ લેકે એને પોતાની ગાળ અને ચાડીચુગલીને શિકાર બનાવે છે. ક્યારેક એના પર સભ્ય કહેનારા લોકે બદનામી કરી ધૂળ અને કીચડ પણ ઉછાળે છે.
ઘણી વાર સેવાભાવીને કપરી કસોટીને સામને કરવો પડે છે. કારણ કે સેવાભાવી વ્યક્તિ સમાજની હિતચિંતક હોવાથી સાચેસાચી વાત કહેશે અને આવી સાચી વાત સમાજની સ્વાથી, પરંતુ પ્રતિષ્ઠા પ્રાપ્ત વ્યક્તિઓને પસંદ પડતી નથી. પરિણામે આવા માણસોને સેવાભાવીઓ આંખના કણાની પેઠે ખૂંચે છે અને તેને સંસ્થામાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે. આ કારણે જ વૈયાવૃત્યની કોટિમાં આવનારી સેવા તપશ્ચર્યા છે. અગ્નિપરીક્ષામાંથી પાર ઊતર્યા પછી જ સાચી સેવા સિદ્ધ થાય છે.
આવે સમયે સેવક મૌન રહે છે અને જો એ એને વિશે ગમે તેવા આક્ષેપ કરનારને કશે ઉત્તર આપે નહિ તે લેકે કહે છે કે આ તે મૂખ છે. જે એ સમાજની સમક્ષ પોતાની વાત યોગ્ય રીતે વિસ્તારથી રજૂ કરે તે કહે કે આ વાતેડિયો, પ્રવચનખાર કે બડબડાટ કરનાર છે. જે સમાજની ટીકાઓને ચૂપચાપ સહન કરી લે તે એને. ડરપોક માનવામાં આવે છે. જે ખોટી વાતને સહન કરવાને બદલે એની સામે અહિંસક રીતે પ્રતિકાર કરે તે એને એમ કહીને ઉતારી પાડવામાં આવે કે એ ખાનદાન નથી. જે સમાજ-સેવક સેવ્ય. વ્યક્તિઓની આસપાસ જ રાતદિવસ ફરતે રહે તે એમ કહેવાય કે આ તે ધીઠ છે. જે સેવાપાત્રોથી સેવક દૂર રહે તે એમ કહેવાય કે સેવક બેદરકાર છે. આથી જ નિષ્કામ અને નિઃસ્વાર્થ સેવા ઘણી દુષ્કર છે.
વળી, જેની સેવા કરવા ઈચ્છે છે તેને અનુરૂપ કે અનુકૂળ પણ થવું પડે છે. ધનવાનને ચમકદાર પિશાક પહેરીને અને કેટલાંય.
123 સૌરભ સાચી વૈયાવૃત્યની