________________
અંધકારમાંથી બહાર નીકળવાને રસ્તો બતાવીને તેમજ સંસાર-સાગરને પાર કરવા માટે એમને સંઘરૂપી નૌકામાં બેસાડીને પરકલ્યાણ પણ સિદ્ધ કરે છે. આથી જ સામાન્ય-કેવલીની અપેક્ષાએ તીર્થંકર-કેવલી અધિક વંદનીય અને આદરણીય ગણાય છે.
પુણ્યકાર્ય અને ધર્મકાર્ય સ્વાભાવિક રીતે જ પ્રશ્ન જાગે કે આવી રીતે ઉચ્ચ પદ પર પહોંચાડનાર અને અનેક ગુણરત્નના ભંડાર સમું વૈયાવૃત્ય શું છે? સંસ્કૃત ભાષા પ્રમાણે આને શબ્દશઃ અર્થ કરીએ તો “ચાકૃÍવ વ વા વૈયાવૃજ્યમ' એટલે કે તપમાં વ્યાવૃત્તિથી–પિતાની ઈચ્છાઓ, કષાયે, કામનાઓ, સ્વાર્થો, ઈન્દ્રિયવિષયના ઉપભેગે અને દુવૃત્તિથી વિશેષ રૂપે પાછા ફરવાની કે દૂર જવાની ભાવના કે કિયા તે વૈયાવૃત્ય છે.
વતમાનયુગની ભાષામાં એ “સેવાના નામથી વધુ પ્રચલિત છે. સેવા વૈયાવૃત્યની વિધેયાત્મક પ્રવૃત્તિ છે. વૈયાવૃત્ય નિષેધાત્મક પ્રવૃત્તિ છે. કારણ કે વાસ્તવિક રીતે સેવા ત્યારે જ થઈ શકે જ્યારે કરનાર વ્યક્તિ પિતાની વિશિષ્ટ ઈચ્છાઓ, કામનાઓ, સ્વાર્થો, દુવૃત્તિઓ, કષાય અને ઇન્દ્રિયવિષયના ઉપભેગોની ઉપલબ્ધિઓને છેડીને અથવા તે એનાથી ઉમુખ બનીને ઓછામાં ઓછી આવશ્યકતાઓ અને ઉપલબ્ધિઓથી પિતાનું કામ કરે. આ બાબતેમાંથી વિરક્ત થવાને પ્રયત્ન કર્યા વિના અથવા તે જીવનને તપાવ્યા વિના સેવા થઈ શકતી નથી. સુખસુવિધાઓમાં ડૂબેલા રહીને અને અતૃપ્ત ઈચ્છાઓના વમળમાં ફસાયેલા રહીને સેવા કરવાનું સ્વપ્ન જેવું તે એવું છે કે આગમાં કૂદીને કે ઝેર પીધા પછી જીવતા રહેવું. આને કારણે જ કેઈ વિરલ વ્યક્તિ નિઃસ્વાર્થ સેવાની અનુગામી બને છે.
ઘણી વ્યક્તિએ ધર્માથે દવાખાનું બોલે છે, અનાથ અને અપંગને માટે અનાથાલય જેવી સંસ્થાઓ ચલાવે છે. ગરીબ અને ભૂખ્યા-તરસ્યા માટે આહાર–પાણીને પ્રબંધ કરે છે, ઠંડીથી ધ્રુજતા લોકોને કામળા વગેરે વહેંચે છે અથવા તે આવાં કાર્યોમાં ઉદારતાથી
_121 સૌરભ સાચી વૈયાવૃત્યની