________________
વિરુદ્ધ અશુદ્ધ જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાન-વિનય ધરાવનારી વ્યક્તિ એટલી નમ્ર હોય છે કે કયાંયથી પણ કોઈની પાસેથી વાસ્તવિક જ્ઞાન મળતું હોય તે તે તેને ગ્રહણ કરવામાં લેશમાત્ર અચકાશે નહીં. ભલે ગંદી જગ્યાએ સોનું પડ્યું હોય તો પણ કોણ તે લીધા વગર રહે છે? તે જ રીતે જ્ઞાન પણ કોઈની પાસે હોય તેની પાસેથી મેળવી લેવામાં શો વાંધો?
જ્ઞાન કે જ્ઞાની તરફ પાંચ પ્રકારે અવિનય આચરવામાં આવે છે.
૧. પ્ર જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે દ્વેષ કરે. પિતે જે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા હોય તે સિવાય ક્યાંય સત્યજ્ઞાન કે જ્ઞાની મળે તે તેષને વશ થઈને તેને વિરોધ કરે તેને પ્રદ્વૈષ કહે છે. - ૨. નિદ્ભવ–જે વ્યક્તિ પાસેથી કે જેના નિમિત્તે જ્ઞાન મેળવ્યું હોય તેનું નામ છુપાવવું.
૩. માત્સર્ય – કોઈ જ્ઞાન અથવા જ્ઞાનની નિંદા કરવી કે ખોટું દેષારોપણ કરવું.
૪. આશાતના—જ્ઞાન કે જ્ઞાનીની આશાતના કરવી. જે જ્ઞાનદાતા છે તેના તરફ વિનય રાખવું જ જોઈએ. પરંતુ જ્ઞાનનાં શાસ્ત્ર, ગ્રંથ, પુસ્તકાદિ જેવાં સાધને કે ઉપકરણનું માન ન રાખવું, તેમને પગ લગાવ, થૂક લગાડવું, તેને ફાડી–તેડીને ગંદકીમાં નાખી દેવું, તેના દ્વારા મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાને પ્રયત્ન ન કરે તે પણ જ્ઞાનને અવિનય કરવા સમાન છે, કારણ કે સંપૂર્ણ જ્ઞાન તે તીર્થંકર પાસે છે.
તીર્થકર કેવળજ્ઞાન દ્વારા જાણીને જે કહે છે, તેની ગણધર વ્યવસ્થિત રીતે શબ્દોમાં રચના કરીને તેને ગૂથે છે, પછી તે લિપિબદ્ધ થાય છે, તે જ થતજ્ઞાન કહેવાય છે. આથી જ્ઞાનપંચમીને દિવસે શ્રુતજ્ઞાનનાં પરમ નિમિત્ત શાસ્ત્રાદિનું બહુમાન કરવાની દષ્ટિએ વંદના કરવામાં આવે છે. જ્ઞાનની માફક જ્ઞાનના પ્રબળ નિમિત્ત શાસ્ત્રાદિ પણ આદરણીય છે.
પ. અન્તરાય--જ્ઞાનપ્રાપ્તિમાં અંતરાય નાખવો, કોઈ જિજ્ઞાસુને જ્ઞાન આપવામાં અચકાવું, જ્ઞાનીઓ દ્વારા થતા જ્ઞાનપ્રસારમાં વિક્ષેપ કરે અથવા કપટ આચરીને શીખવવું–આ બધાં જ જ્ઞાન પ્રત્યે
114 ઓજસ દીઠાં આત્મબળનાં