________________
ગૌતમ ગણધર ચાર જ્ઞાનના ધારક હતા, છતાંય તેમણે ભગવાન મહાવીર જેવા કેવળજ્ઞાની સૂર્યની ઉપસ્થિતિમાં તેમણે પિતાના ચતુજ્ઞાનરૂપી દીપકને ઉપયોગ કરવાનું ઉચિત માન્યું નહીં. તેઓ મૌન ધારણ કરીને ત્યાંથી નીકળી ગયા. પ્રભુની પાસે જઈને પોતાની શંકા રજૂ કરી. - તેઓ વિનયપૂર્વક બેલ્યા, “ભગવાન ! કની ભૂલ થાય છે, મારી કે આનંદની ?”
ભગવાન મહાવીરે સ્પષ્ટપણે કહ્યું, “ગૌતમ, ભૂલ તારી છે, આનંદની નહીં. તું પ્રાયશ્ચિત્તને ભાગી બને છે. આનંદ પાસે જઈને “મિચ્છા મિ દુકકડ” માગી આવ.”
સારો અને વિનમ્ર સાધક સત્યને જાણીને કંધાયમાન નહીં, બલકે આનંદિત થાય છે. અને સાચે ગુરુ પિતાના શિષ્યના દોષને છુપાવી કે દબાવી દઈને તેને ખોટો બચાવ કરતું નથી. ભગવાન મહાવીરે એ બચાવ ન કર્યો કે આ મારે પટ્ટશિષ્ય અને ગણધર છે.
ગણધર ગૌતમ તરત જ આનંદ શ્રાવક પાસે ગયા અને તેમણે પિતાની ભૂલ માટે “મિચ્છા મિ દુક્કડ”ની ભાવના વ્યક્ત કરી અને ક્ષમા માગી. ગણધર ગૌતમ અને આનંદ બંનેએ સરળતા અને નમ્રતાની મધુર ક્ષણેમાં પરસ્પર ક્ષમાયાચના કરી.
ચૌદ હજાર મણના અધિનાયક ગણધર ગૌતમ કેટલા બધા નમ્ર હતા ! તેમને સત્ય તરફ કેટલે બધે આદર હતો ! સત્યની ઉપાસનામાં તેઓ માન-અપમાનને વચ્ચે ન લાવ્યા. આ રીતે ગણધર ગૌતમ અને આનંદને આ પાવન પ્રસંગ સંઘ-વિનયનું કેવું ભવ્ય ઉદાહરણ છે! કિયા-વિનય: - શુદ્ધિકિયા અથવા શુદ્ધિપૂર્વક ક્રિયા કરનારાઓને વિનય કરે તે ક્રિયા વિનય છે, અને કેટલાક સૂત્રમાં “ચારિત્ર્ય વિનય' તરીકે ઉલ્લેખ મળે છે. ક્રિયા કે ચારિત્ર્ય પ્રત્યે વિનય રાખવાને ભેદ જ એ
ઓજસ દીઠાં આત્મબળનાં