________________
નિંદા કરવી, એમણે દર્શાવેલા શુદ્ધ ધર્મમાર્ગ પર ન ચાલવું, યુગની પ્રગતિને રેકતી કુપ્રથાઓ તથા હાનિકારક રૂઢિઓમાંથી સાધુસાધ્વીઓ બહાર આવવા ઈચ્છે તે પણ શ્રાવકવર્ગ જરાય મચક ન આપતાં સુધારણાના કાર્યમાં અવરોધ નાખવાનો પ્રયત્ન કરે તે એ પણ સાધુ-સાધ્વીઓની અવિનય આશાતના છે.
સંઘભક્તિનું જવલંત દષ્ટાંત શ્રાવકની આશાતના ન કરવાના વિનયનું જ્વલંત અને પ્રેરક ઉદાહરણ ગણધર ગૌતમ સ્વામી અને શ્રમણોપાસક આનંદ અંગેનું આપણને “ઉપાસક દશાંગ સૂત્રો નાં પૃષ્ઠો પર મળે છે. આ બંને ભગવાન મહાવીરના સંઘની શોભા હતા. બંનેની જીવનભૂમિ પર ધર્મ સાકાર થયા હતા અને બંને ભગવાન મહાવીરના કૃપાપાત્ર હતા.
વાણિજ્ય ગ્રામની બહાર પિતાની પૌષધશાળામાં આનંદ શ્રાવકે પિતાના જીવનના અસ્તાચળે સંલેખના-સંથારે કર્યો હતે. આ તપસાધનાને કારણે આનંદનું શરીર દુબળું થઈ ગયું હતું. તેમનામાં ઊઠવા બેસવાની શક્તિ પણ રહી નહતી. ધર્મસાધના કરતાં કરતાં આનંદને અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. સમજદાર માનવી સંપત્તિ મેળવીને પણ ક્યારેય છકી જતો નથી. આનંદે પણ પિતાની રિદ્ધિસિદ્ધિનાં કોઈની સામે વખાણ કર્યા નહીં. એગ્ય વ્યક્તિનું મિલન થાય ત્યારે તે પ્રગટ કરવાથી કંઈ હાનિ થતી નથી, બલ્ક કવચિત લાભ પણ થાય છે.
આ બાજુ જ્ઞાન અને તપના સગની મૂતિ સમા ગણધર ગૌતમ છઠ્ઠ (બેલે)ના પારણાના દિવસે વાણિજ્યગ્રામમાં ભિક્ષા માટે પધાર્યા હતા. ભિક્ષા લઈને જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે પ્રત્યેક વ્યક્તિના મુખેથી ગૌતમે શ્રાવક આનંદની તપસ્યા, સાધના અને ધર્મ આરાધનાનું શ્રદ્ધાયુક્ત યશગાન સાંભળ્યું, તે તેઓ પણ પિતાની ભાવના રેકી શક્યા નહીં. તેઓ જાતે આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા. ગણધર ગૌતમના આગમનને કારણે આનંદના મનમાં આનંદની
110. ઓજસ દીઠાં આત્મબળનાં