________________
કઈ સીમા રહી નહીં, શરીર તપશ્ચર્યાથી કૃશ થઈ ગયું હતું અને સ્વાગત-સત્કારની ઈચ્છા હોવા છતાં પણ તેઓ ઊઠી શક્યા નહીં. ખિન્ન સ્વરમાં તેઓ બોલ્યા, ભને, મારી ઊભા થઈને વંદન કરવાની ઈચ્છા હોવા છતાં પણ ઊભે થઈ શકતું નથી. વિનય અને ભક્તિ સહિત મારા પ્રણામ સ્વીકારે” ગૌતમે વંદનાને સ્વીકાર કર્યો. ભાવપૂર્વક વંદન અને ચરણસ્પર્શ કરીને આનંદે પૂછ્યું, “ભન્ત, ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે ખરું?”
ગૌતમ સ્વામીએ કહ્યું, “હા, ચક્કસ થઈ શકે.”
આનંદ શ્રાવક બોલ્યા, “તે ભન્ત ! આપની કૃપાથી મને એ પ્રાપ્ત થયું છે. હું પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો પાંચસો જિન સુધી, ઉત્તરમાં ઊંચા હિમાલય પર્વત સુધી અને ઉપર સૌધર્મ વિમાન સુધી અને નીચે રત્નપ્રભાના લુપચુત નરકવાસ સુધીની વાતને જાણું અને જોઈ શકું છું.”
ગૌતમ સ્વામીએ શાંત સ્વરે કહ્યું, “આનંદ! શ્રાવક કે ગૃહ સ્થને અવધિજ્ઞાન તે થઈ શકે, પરંતુ આટલું લાંબું કે વિસ્તારવાળું ન હોય. આથી તમારા આ આલોચનાયુક્ત કથનની આચના કરીને જીવનશુદ્ધિ કરો.”
આનંદ નમ્રતાપૂર્વક બેલ્યા, “ભગવાન! શું સત્યની પણ શુદ્ધિ કરવાની હોય ?”
ગૌતમ સ્વામીએ કહ્યું, “સત્યમાં અતિશયોક્તિ હોય તો શુદ્ધિ કરવી પડે.”
તે ભન્ત! આપ પણ આપની શુદ્ધિ કરવાની કૃપા કરો.” આનંદે નમ્રતાથી કહ્યું.
ગૌતમ સ્વામીને પિતાના વિચારો પર સંદેહ થયો. તેમણે વિચાયું–આનંદ બાર વ્રતધારી શ્રાવક છે, તેની ધર્મનિષ્ઠાની પ્રશંસા
સ્વયં ભગવાન મહાવીરે કરી છે, તે કયારેય અસત્ય ન બેલે. આથી તેની વાતમાં તથ્ય હોય તે પ્રભુને મારે પૂછવું જોઈએ.
111 - ..વિનયના વિવિધ પ્રકાર