________________
શરત છે હાથ જોડવા, માથું નમાવીને વંદન-અભિવાદન કરવું, ગુણવાનું બહુમાન કરવું, ભક્તિ કરવી, શરીરના વિનયમાં તેમની આશાતના ન કરવી એ બાબતને પણ સમાવેશ થાય છે. આ રીતે ચિત્તને ઝુકાવવાની શરત છે. અપરાધીને દંડ આપતી વખતે પણ કેમળ રહેવું, મેટાઈને ઘમંડ ન કરે, સામાન્ય વ્યક્તિ તરફ પણ ઉપેક્ષા અથવા તિરસ્કારને ભાવ ન રાખ. જેમ માતા પિતાના અપરાધી બાળકને જ્યારે કઠોર દંડ આપે છે ત્યારે તેનું વાત્સલ્યભર્યું મન ને હૃદય રડે છે, માના હૃદયમાં અપરાધી બાળકને શિક્ષા કરતી વખતે પણ વાત્સલ્યનું ઝરણું વહેતું હોય છે. આ જ રીતે પિતાને આધીન વ્યક્તિને દંડ દેતી વખતે ચિત્તમાં કઠેરતા ન આવવી જોઈએ. કયારેક કેઈ સાધકના જીવનમાં કેઈ દેષ અથવા અપરાધ થઈ જાય તે ગુરુ અથવા આચાર્ય તેને કઠોર પ્રાયશ્ચિત્ત પણ આપે છે, પરંતુ એમના હૃદયમાં અપરાધી સાધક પ્રત્યે પણ માના જેવું જ હેત ઊભરાતું હોય છે. આ જ વાત વિનયી સાધકના ચિત્તમાં પણ હોવી જોઈએ. આ રીતે બુદ્ધિને ઝુકાવવાની શરત છે –કુટુંબ, જ્ઞાતિ, પરિવાર, ગામ, પ્રાંત, કેમ, ધર્મ સંપ્રદાય, ભાષા, રાષ્ટ્ર વગેરેના શુદ્ર અહમના સીમાડાને તેડી નાખ. વિશ્વવિશાળ દષ્ટિ અને આત્મૌપમ્પ બુદ્ધિ જ આ ક્ષુદ્ર અહમના નાશનું ચિહ્ન છે. સમગ્ર સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના આત્માઓ તરફ બુદ્ધિથી નમવાવાળી વિનયી સાધક તેમને પિતાના તરફ આત્મીય સમજવા લાગે છે અને તેઓ દે, દુર્ગુણે માટે પિતાને જ જવાબદાર માને છે અને તે દોષે કે દુર્ગુણોને દૂર કરવાને પુરુષાર્થ કરે છે. આત્માના મૂકવાની શરત એ છે કે જ્યારે સમગ્ર સમાજ કે દુનિયા વિરુદ્ધ હોય ત્યારે પણ સત્યની સામે ઝૂકી જવું, એ સત્યને ન છેડવું. એ સત્ય તરફ એટલી ભક્તિ હોવી ઘટે કે પ્રાણાન્ત કચ્છ ‘આવી પડે તે પણ સત્યને છોડવું નહિ કે તેનાથી વિચલિત થવું નહીં. જે વ્યક્તિ ધર્મ, સત્ય કે ગુણને સર્વહિતકર અને વિશ્વનાં કલ્યાણકારી માને છે, તેને તે સ્વપ્નમાં પણ છોડવાનું વિચારે નહીં. ',
આ રીતે મન, વાણી, શરીર, ચિત્ત, બુદ્ધિ અને આત્મા દ્વારા
ધમનું મૂળ છે વિનય