________________
ગુમાવી બેઠા. બેભાન અભયકુમારને જોઈને વેશ્યાને થયું કે સારો લાગ મળે છે, તેથી તેને કસીને બાંધીને, રથમાં નાખીને તેનું અપહરણ કરી ગઈ આ છે દ્રવ્ય-વિનયનું જવલંત ઉદાહરણ. આ રીતે વલ્કલચીરીને ફોસલાવીને વનવતી ત્રાષિને આશ્રમેથી શહેરમાં લઈ જવા માટે કેટલીક વેશ્યાઓએ આ રીતને દ્રવ્યવિનય દેખાડ્યો હતો અને પ્રલેભન આપ્યું હતું.
આવું વિનયનું નાટક ધમશેષ આચાર્યના “વિનય નામના શિષ્ય કર્યું હતું. ઉદાયી રાજાએ જ્યારે ચંદ્રપ્રદ્યોતને યુદ્ધમાં હરાવી દીધો ત્યારે હારેલા અને ગુસ્સે થયેલા ચંદ્રપ્રદ્યોતે રાજા ઉદાયને પકડવાને માટે કેટલાય ગુપ્તચરે મેકલ્યા, પણ બધા પ્રયાસ નિષ્ફળ ગયા. અંતે તેણે ઉદાયી રાજાને પકડી લાવનાર અથવા તેની હત્યા કરનારાને મોટું ઈનામ આપવાની ઘોષણા કરી. એક પૂતે કઈ રસ્તે ન નીકળતાં ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લઈને સાધુનો સ્વાંગ ર. ગુરુ અને અન્ય સાધુઓની તે સેવાભક્તિ કરતા અને એમના પ્રત્યે ખૂબ વિનય બતાવતે, પણ આની પાછળ તેના મનમાં શું કુટિલતા હતી તે કઈ જાણ ન શકર્યું. તે પોતાની પાસે ગુપ્તપણે શો રાખતો હતો. એક દિવસ ચતુર્દશી પર્વ (પખી પર્વ) હેવાથી ઉદયી રાજાએ ઉપાશ્રયમાં પૌષધશ્રતને સ્વીકાર કર્યો હતો. રાજાએ આખો દિવસ ધર્મ કિયા અને ધર્મધ્યાનમાં વિતાવ્યો. સંધ્યા સમયે પ્રતિક્રમણ વગેરે કરીને રાત વીતતાં પોતાની પથારીમાં સૂઈ ગયે. બધા સાધુએ સૂઈ ગયા હતા, પણ ધૂર્ત સાધુ આજે જાગતો રહ્યો હતું. તે ધીરેથી ઊડ્યો. પિતાનું છૂપાવેલું શસ્ત્ર બહાર કાઢીને સૂતેલા ઉદાયી રજાના પેટમાં એકાએક ખાસી દીધું. શસ્ત્ર વાગતાં જ લેહીની ધારા વહેવા લાગી. શસ્ત્ર એટલું ઊંડું પેસી ગયું હતું કે ઉદાયી રાજા કંઈ બોલે એ પહેલાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધૂર્ત સાધુ પિતાનાં ખૂનથી ભરેલાં કપડાં, શસ્ત્ર અને બીજા ધર્મોપકરણે ત્યાં જ છોડીને નાસી ગયે. .
95
ધર્મનું મૂળ છે વિનય..