________________
છે, પરંતુ આ વિનયનું નાટક છે, આ કામ-વિનય છે, વાસ્તવિક વિનય. નથી. જે વાસ્તવિક વિનય હોય તે આવી કમી વ્યક્તિ પમૂતિ કોઈ સંત કે મહાત્માના ચરણમાં જઈને મૂકે અને પશ્ચાત્તાપ કરી. પ્રાયશ્ચિત્ત માનીને શુદ્ધ બને. પ. ન્ય-વિનય :
મનમાં જ્યાં મોટા ગુંડ, હત્યારા, લૂંટારા વગેરે સમક્ષ દીન–ભાવના આવી જાય, ત્યારે વ્યક્તિ હાથ જોડે છે અને તેની આગળ બીકણું. બિલાડી બની જાય તો તે દૈન્ય-વિનય કહેવાય. વળી, પિતાના આત્મગૌરવને ભૂલીને મનુષ્ય પોતાની જાતને દીન માનવા લાગે અને પિતાની શક્તિઓ પરથી વિશ્વાસ ગુમાવી બેસે ત્યારે દૈન્ય-વિનય થયે કહેવાય.
સારાંશ એ છે કે ઉપરના પાંચેય વિનય સાચા વિનય નથી. તેને વિનયનું પ્રદર્શન કહી શકાય, સાચે વિનય નહીં. જેમાં કોઈ તપ ન હોય, અહંકાર દૂર થતું ન હોય, અભિમાન ઓછું ન થાય, સ્વાર્થ કે ભય હટી જાય નહીં અને આત્મામાં પ્રવેશેલા દુર્ગુણે અને. ખરાબ વૃત્તિઓને તપાવીને સવૃત્તિ અને સગુણેને સ્થાપિત કરવાનું પગલું ન ભરીએ, ત્યાં વિનય પ્રદર્શન માત્ર બનીને અટકી જાય છે. આ વિનય દ્રવ્ય-વિનય કહેવાય, ભાવ-વિનય નહીં.
કેવળ હાથ જોડેલા હોય, માત્ર માથું ઝુકાવેલું હોય કે વંદનને મુખપાઠ કરી જવાનું હોય, પરંતુ હૃદય જોડાયેલું ન હોય, મન ઝૂકેલું ન હોય અને બુદ્ધિથી સમજ પ્રગટેલી ન હોય તે સમજવું જોઈએ કે તે દ્રવ્ય-વિનય જ છે.
- જેમની ઈચ્છા ઠગવાની અને છેતરવાની હોય છે તે દ્રવ્ય-વિનયનું આચરણ કરે છે. એ દ્રવ્ય-વિનય દ્વારા એ પિતાને સ્વાર્થ સાધવાની કોશિશ કરે છે.
દ્રવ્ય-વિનયનું દષ્ટાંત | અભયકુમાર મગધ રાજ્યના મંત્રી અને સમ્રાટ શ્રેણિકના પુત્ર હતા. જૈનધમી હોવાને કારણે પ્રત્યેક સહધમી ભાઈ-બહેનને આદર
93 ધર્મનું મૂળ છે વિનય