________________
આ જ રીતે પિતાને દીન-હીન ગણવે, પોતાની શક્તિઓને નગણ્ય માનવી, પોતાના જીવનમાં ધર્મને બિલકુલ અસંભવ માની લે એ લઘુતાગ્રંથિ પણ વિનય નથી. તેમાં અને વિનયમાં લાખગણું અંતર છે. આ જ રીતે મન વિના શરીર નમાવવાથી અથવા તે
જ્યાં સુધી મનમાંથી ખરાબ ભાવ નીકળી ન જાય ત્યાં સુધી તેને વિનય કહેવામાં આવતું નથી. જાસૂસી કરનારા પણ કુટિલતાવશ નમ્ર બનીને બીજાના મનની વાત જાણી લે છે. આમ કપટથી પોતાનું કામ કઢાવવા માટે શરીરને નમાવવું કે ઝૂકી મૂકીને સલામ કરવી તે પણ વિનય નથી. હાથી ઉપર હુમલે કરતાં પહેલાં સિંહ પણ પ્રથમ મૂકે છે, ચિત્તો પણ કઈ પર હુમલે કરવા માટે પહેલાં શરીરને એકદમ નમાવે છે. આ રીતે શરીર નમાવવાને વિનય કહેવાય ખરે? કદાપિ નહીં.
આ માટે તત્વજ્ઞાનીઓએ દુનિયાદારીની બધી વાતને દૃષ્ટિમાં રાખીને પાંચ પ્રકારના લૌકિક વિનય બતાવ્યા છેઃ (૧) લકેપચાર-વિનય (૨) ભય-વિનય (૩) અર્થ-વિનય (૪) કામ-વિનય (૫) દૈન્ય-વિનય. ૧૧. લેકોપચાર-વિનય :
આ વિનય ત્યાં હોય છે, જ્યાં માત્ર આડંબર હોય અને હૃદયની પ્રેરણું હેય નહીં. કોઈ વડીલ કે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે અને હું ઊભા થવાને શિષ્ટાચાર પણ ન કરું તે લેકે શું કહેશે? લોકહૃદયમાં એની વિપરીત પ્રતિક્રિયા થશે. તેઓ કહેશે, “જુઓ, આ કેટલે બધે અભિમાની છે!અથવા એમ કહેશે કે, “મેટાંનું સન્માન જેટલું અધિક કરવામાં આવે, તેટલી વધુ પ્રસન્નતા તેમના પર વરસશે, મારે વિનય જેઈને પ્રજા મારી પ્રશંસા કરશે.” આવા હેતુને લક્ષમાં લઈને કરેલ વિનય લેકોપચાર-વિનય કહેવાય છે. ૨. ભય-વિનય:
પિતાનાથી મોટા ઑફિસર, અધિકારી કે ઉચ્ચ પદવાળા તરફ વિનયપૂર્વક વર્તીશું નહીં, તે તેઓ નારાજ થઈ જશે અને કદાચ
ધમનું મૂળ છે વિનય