________________
વિનયનાં લક્ષણો ઉપર બતાવવામાં આવ્યાં છે. જીવનનાં આ છે મુખ્ય સાધનમાં જ્યારે વિનય વિશેષ પ્રમાણમાં ભળે છે ત્યારે મનુષ્યમાં અન્ય ગુણોની સાથે લઘુતાને ગુણ પણ સાહજિકપણે આવે છે. જ્યાં લઘુતા છે, ત્યાં લોકપ્રિયતા અને સરળતા છે. આથી જ કહ્યું છે : ' , “ઘુતા મેં પ્રભુતા ત્રણે, પ્રભુતા સે પ્રમુ ટૂર ” . - બાળસહજ નમ્રતાથી સાધક કુર, કઠોર કે ઉદ્ધત લોકોના ઘરમાં પણ પ્રવેશે તે તેને આદર-સત્કાર મળે છે અને લેકે તેની વાત સ્વીકારે છે. અભિમાની, અહંકારી કે ઘમંડી બનીને જાય છે તે તેને કયાંય પણ પ્રવેશ મળતું નથી. વળી, જે તે બળજબરીથી પ્રવેશ મેળવે છે તે તેનું સહીસલામત રીતે પાછા ફરવું મુશ્કેલ બને છે, કઈ તેની વાત માનવા કે સાંભળવા તૈયાર હેતું નથી.
નમ્રતાની પ્રતિમૂતિ, વિનયગુણસંપન્ન સાધક અસત્યને સામને પણ દઢતાપૂર્વક કરી શકે છે, કારણકે તે સત્ય સમક્ષ નમ્ર બની જાય છે. આ રીતે તે અંધવિશ્વાસની ગર્તામાં પડેલી પ્રજાને વિનયના દેરડાંથી બહાર લાવી શકે છે. બેટી પરંપરાને વળગી રહેનારી દુનિયાને તે દઢતાપૂર્વક કહી શકે છે, કારણ કે તેમાં વિનય અને નમ્રતા હોવાથી પ્રજા તેમની વાત અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળે છે. -
વિનયનાં પાંચ રૂપ કેટલીય જગ્યાએ વિનય અને ખુશામતખારી, વિનય અને ચાંપલાશ, વિનય અને દીનતા, વિનય અને હીનભાવના કે વિનય અને શરીરના નમવાને એક જ માની લેવામાં આવે છે, પરંતુ આ બંનેમાં રાત-દિવસ જેટલું અંતર છે. ખુશામત કે હજૂરિયાપણું ભય કે લોભવશ કરવામાં આવે છે, પણ સાચા વિનયમાં લેભ કે ભયનું નામનિશાન હોતું નથી. ભય કે લેભ-વશ કરેલ વિનય નાટક જરૂર છે, પણ વાસ્તવિક વિનય નથી. આ જ રીતે ચાંપલાશ, આજીજી, ચાટુકારિતા કે દીનતા પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે, કામ કઢાવવા માટે કે કંઈ મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં પણ, અલબત્ત નમ્ર બનવાને સ્વાંગ રચવામાં આવે છે, પરંતુ સાચી નમ્રતા નથી હોતી.
88. ઓજસ દીઠાં આત્મબળનાં