________________
દ્વારા શરીરને કષ્ટ આપવાના રૂપમાં જે કાયકલેશ થાય છે, તેને સમભાવપૂર્વક સહે તેને કાયકલેશ તપ કહ્યું છે.”
જો તમને પદ્માસન લગાવીને આખો દિવસ બેસવાનું કહેવામાં આવે તે તમે નહીં બેસી શકે. ડીવારમાં જ કષ્ટ-મુશ્કેલીને અનુભવ કરશે. એક કલાકનું વ્યાખ્યાન સાંભળતી વખતે પણ તમે સહુ ઘણીવાર આસન બદલે છે, પરંતુ કાયકલેશ તપ દ્વારા આ પ્રકારે બેસવાની ટેવ પાડવાથી તમે આસાનીથી બેસી શકશે.
ધર્મપાલક માટે કાયકલેશ તપ ખૂબ જરૂરી છે. આ તપને સીધે પ્રભાવ શરીર પર પડે છે.
પ્રતિસંલીનતાને પ્રભાવ - શરીરના અંગ-ઉપાંગે, જ્ઞાનેન્દ્રિય, અને કર્મેન્દ્રિ, કષાયે અને અશુભ યોગે (મન, વચન-કાયાના વ્યાપારો) ને પિતાપિતાના. વિષયમાં જતા રેકીને સમેટી લેવા અથવા આત્મામાં લીન કરી દેવા કે શુભ ધ્યાનમાં વીતરાગદેવ કે સિદ્ધપ્રભુના ધ્યાનમાં એકાગ્ર કરી દેવા. એ પ્રતિસલીનતા છે. આમ જ કહેવાયું છેઃ
“રિક્ષાવ–વહુઘ સંસ્ટીના મુળવવા
तह य विवित्तचरिया, पन्नत्ता वीयरागेहिं ॥" “વીતરાગી પુરુષોએ ઈન્દ્રિય, કષાય, ગ અને વિવિક્તચય આ ચારેયને સમાવેશ કરીને સંલીનતા બતાવી છે.”
પ્રતિસંસીનતાને શબ્દશઃ અર્થ છે? પાછું મેકલીને લીન કરી દેવું. આને ગદર્શનમાં “પ્રત્યાકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ઇન્દ્રિય અને મન કે શરીરના કોઈપણ અંગઉપાંગ જ્યારે પણ અશુભ વિષયવિકારમાં પ્રવૃત્ત થતાં હોય ત્યારે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના તેને રોકવા અને ત્યાંથી દૂર કરીને શુભ કે શુદ્ધ કાર્યોમાં પ્રવૃત્ત કરવાનાં હોય છે. માની લે કે તમારા કાનને કઈ કર્ણાહક મધુર શબ્દ સંભળાય છે તેથી કાન
42.
ઓજસ દીઠાં આત્મબળનાં