________________
વિવેકાઈ પ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્તમાં કેટલાક દોષની સાથે ગુણ વધુ હોય અથવા કોઈ અપરાધમાં ગુણની માત્રા અધિક હોય, ત્યાં ગુણ સિવાયના દોષ કે અપરાધને વિવેકપૂર્વક દૂર કરવામાં આવે તે વિવેકાર્ડ (વિવેકને યોગ્ય) પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જેમ ઘઉંમાં કેટલાક કાંકરા ભળેલા હોય તે ઘઉં વીણનારી બહેને કાંકરાને જુદા પાડી દે છે અને ઘઉં રહેવા દે છે તે રીતે થોડાક દોષો હોય તેને અલગ પાડીને કે દોષયુક્ત વસ્તુને દૂર કરીને ગુણ કે ગુણયુક્ત વસ્તુને રહેવા દેવામાં આવે તેને વિવેક કહેવાય છે. હંસની પાસે દૂધ અને પાણીને અલગ કરવાની શક્તિ હોય છે. આ જ રીતે વિકાહ પ્રાયશ્ચિત્તમાં સાધકમાં હંસની જેમ ગુણ-દેષને જુદા તારવવાની શક્તિ હોવી જોઈએ.
આનું એક ઉદાહરણ જોઈએ. એક સાધુ ગોચરી લેવા ગયા. એ આહારમાં સાધુની અસાવધાનીને કારણે દેષ લાગે. ઉપાશ્રય આવ્યા પછી તેને ખ્યાલ આવ્યું તેથી તેણે વિવેક કર્યો. દોષવાળા જે આહાર હતો તેને જુદો પાડયો અને નિર્દોષ આહાર લીધો. આટલે વિવેક કર્યો તે જ તે દોષનું પ્રાયશ્ચિત્ત થયું કહેવાય.
આ રીતે કેઈ ગૃહસ્થ સાધકે મેથીને ત્યાગ કર્યો. તેની પત્નીની બેદરકારીથી મેથીના કેટલાક દાણા બીજા શાકમાં પડી ગયા. જ્યારે થાળીમાં ભેજન પીરસ્યું ત્યારે મેથીના દાણું નજરે પડ્યા. હવે, તે શ્રાવકે મેથીના દાણા જુદા પાડીને બીજું શાક ખાઈ લીધું. તે અહીં ત્યાગ કરેલી મેથીના દાણા વિવેકપૂર્વક જુદા પાડવા એ જ પ્રાયશ્ચિત્ત થયું ગણાય.
બુસર્ણાહું પ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્તમાં પોતાની પ્રિય વસ્તુનું મમત્વ છોડીને ઉત્સર્ગ કરવાનો હોય છે, અને તેનાથી જ લાગેલા દોષની શુદ્ધિ એનાથી થાય તેને વ્યત્સર્ગોહે પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
જેમ કે, કોઈ વ્યક્તિએ ચોરી કરી અથવા તે કોઈને ખૂબ નુકસાન કર્યું હોય. આવી વ્યક્તિ ગુરુ પાસે આવીને આલેચના કરે
73 હા પસ્તાવો ! વિપુલ ઝરણું