________________
કરવા જતાં ધ્રુજી ઊઠે, ત્યારે જ “
મિચ્છામિ દુક્કડમ સાર્થક થાય છે, અને તે પ્રતિક્રમણનો હેતુ સાર્થક કરે છે.
સાચા હૃદયની ક્ષમા આય ચંદનબાળા અને સાધ્વી મૃગાવતીનું પરસ્પરનું પ્રતિક્રમણ હૃદયપૂર્વક થયેલું હતું. એક દિવસ સાધ્વી મૃગાવતી ધર્મસ્થાનમાં મેડેથી પાછા ફર્યા. પ્રતિકમણને સમય થઈ ગયો હતો અને રાતનું આગમન થઈ ચૂકયું હતું. ગુરુણ ચંદનબાળા સાધ્વીએ તેમને ખૂબ ઠપકે આ અને કહ્યું, “તમારા જેવી કુળવાન કુટુંબની સાધ્વી માટે સાધુ -ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવું શુભારૂપ નથી.”
બસ, પછી તે ગુરુણના આ શબ્દો મૃગાવતીજીના કાનમાં ગૂંજવા લાગ્યા. તેમનું મનોમંથન વધતું ગયું. તેઓ વિચારવા લાગ્યાં, “ઓહ ! હું કેવી બેદરકાર અને પ્રમાદી સાધ્વી છું. સાધુ જીવનમાં તે પ્રત્યેક કિયાને ઝીણવટથી ખ્યાલ રાખવાને હોય. મારી ભૂલને કારણે જ ગુરુણીજીને મને ઠપકો આપવાનું કષ્ટ લેવું પડ્યું. મેં સાધુમર્યાદાને ભંગ કરીને એમના હૃદયને આઘાત આપ્યું છે. હું એમને વિશ્વાસ ગુમાવી બેઠી છું. અરેરે ! મારો આત્મા હજી પણ કેટલે ભૂ-ભટક્યો છે. આ રીતે પશ્ચાત્તાપની ત્રિવેણું (આલોચના, નિંદા, ગ્રહણા)માં ડૂબકી લગાવતાં એમનાં બધાં પાપ ધોવાઈ ગયાં. આત્મા શુદ્ધ થતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. . - રાત ઘણી વિતી ગઈ હતી. ચારે બાજુ ઘેર અંધકાર છવાયેલ હતો. હાથને જાણે હાથ પણ દેખાતું ન હતું. એવા અંધારામાં એક ભયંકર કાળે સાપ ચંદનબાલા સાધ્વીની શય્યા પાસેથી જવા લાગે. ચંદનબાલાને હાથ શવ્યાની બહાર હતે. મૃગાવતીએ કેવળજ્ઞાનના પ્રભાવથી સાપને જતો જોઈ ચંદનબાળાનો હાથ ખસેડી લીધો. સાપ ચાલ્યા ગયે. - હાથને સ્પર્શ થતાં જ ચંદનબાળા એકદમ ઝબકીને બેઠાં થઈ ગયાં. જોયું તે સાધ્વી મૃગાવતીજી હજી જાગતાં હતાં. એમણે
- 71 હા પસ્તાવો! વિપુલ ઝરણું