________________
કંઈ કર્યું તે સાધુ ધર્મની મર્યાદા વિરુદ્ધ હતું, અનુચિત હતું. એ વિશે વિચાર કરતાં આપોઆપ જ આલોચના, નિંદના, ગહણ અને પશ્ચાત્તાપ દ્વારા તેમની ભાવના એટલી હદે વિશુદ્ધ થઈ ગઈ કે બધા જ દોષ તે અગ્નિની જ્વાળામાં ભસ્મ થઈ ગયા. તેમને વિશુદ્ધ આત્મા એ ક્ષેપક (કર્મક્ષયકારિણી) શ્રેણીએ પહોંચીને કેવલજ્ઞાનને પામે.
આ હતું સાચા હૃદયના પ્રતિક્રમણનું પરિણામ ! આ રીતે સાચા અંતકરણથી પ્રતિક્રમણ કર્યું હોય તે તે પાપનાશક પ્રાયશ્ચિત્ત બને છે.
જીવનના આનંદની સાધના આજકાલ ગૃહસ્થવર્ગમાં જે રીતે પ્રતિક્રમણ થાય છે તેણે તે પ્રતિકમણની ભાવનાને સત્યાનાશ વાળે છે. પ્રતિક્રમણમાં “તેનાહડે', ‘ત કક્કર પગે વગેરે ત્રીજા અણુવ્રતના અતિચાર બલવામાં આવે છે, પરંતુ ખરેખર પિતાના હદયને ઢઢળી જેશે તે આપને ખ્યાલ આવશે કે જે અતિચારે(દે) વિશે બોલે છે એ જ દોનું આચરણ તમે જીવનમાં વારંવાર કરો છો. “
મિચ્છામિ દુક્કડ” (મારું દુકૃત્ય-અપરાધ નિષ્ફળ જાવ, તેના માટે મને પસ્તાવો થાય છે). વાણી દ્વારા ઉચ્ચારવાની સાથે જ્યાં સુધી તેમાં હૃદયની સાચી ભાવના ભળતી નથી, પશ્ચાત્તાપ (નિંદા, ગહ)ના ઉત્કટ ભાવે ચિત્ત અનુભવતું નથી, ત્યાં સુધી “મિચ્છામિ દુકડે પણ પોપટની જેમ બેલવા સમાન છે. વાસ્તવમાં જે અપરાધ માટે શુદ્ધ ભાવથી “
મિચ્છામિ દુક્કડે” કહેવામાં આવે, એ પછી કયારેય એ દેષનું પુનરાવર્તન ન થવું જોઈએ. આમ થાય તે જ પ્રતિકમણની સાર્થકતા છે. પ્રતિકમણની સાધના પણ જીવન-નિર્માણનું એક આવશ્યક અંગ છે. તેને રૂઢિગત રૂપે, પ્રદર્શનના ઇરાદાથી કે દેખાદેખી કરવાથી તે સાધનાને આનંદ પ્રાપ્ત થતું નથી. પ્રતિક્રમણની સાધના તે જીવનને રસપ્રદ અને આનંદમય બનાવનારી હેવી જોઈએ. આમ ન હોય તે તે ક્ષુલ્લક શબ્દો દ્વારા કરાયેલાં “મિચ્છામિ દુક્કડું ની જેમ તે કેવળ દેખાડો જ બની જાય છે.
' 69 હા પસ્તાવો! વિપુલ ઝરણું