________________
પણ કેવા પ્રકારની યોગ્યતા ધરાવતી વ્યક્તિ સામે કરવામાં આવે, તેનાં લક્ષણ બતાવ્યાં છે;
__"गीअत्थो कडजोगी चारित्ती तह य गाहणाकुसलो ।
खेअन्नो अविसाई भणिओ आलोयणारिहो ।” “આલેચના સાંભળીને પ્રાયશ્ચિત્ત આપવાની અધિકારી વ્યક્તિ (સાધુઓમાં) (૧) ગીતાર્થ-ધર્મસિદ્ધાન્તોને અનુભવયુક્ત જ્ઞાતા હોય. (૨) મન-વચન-કાયા પર કાબૂ હોય. (૩) દેષ રહિત ચરિત્રનું પાલન કરનાર હેય (૪) આલેચના કરવાવાળી વ્યક્તિને તપ વગેરે રૂપમાં પ્રાયશ્ચિત્ત સ્વીકારવા અનેક યુક્તિઓથી પ્રેત્સાહિત કરવામાં નિપુણ હોય (૫) આચના કરનારી વ્યકિતના દોષે સાંભળીને ખિન્ન ન થઈ જાય, ગભરાઈ કે અકળાઈ ન જાય, પરંતુ અનેક પ્રકારનાં ઉત્તમ દષ્ટાન્ત સંભળાવીને તેને શુદ્ધ ચરિત્ર પાળવામાં પ્રેત્સાહિત કરનાર હોય, (૬) સમ્યક્ પ્રકારની આચના કરવામાં અને પ્રાયશ્ચિત આપવામાં થતાં ખેદ-કટથી પૂર્ણ અનુભવી હેય. આલોચના કરવામાં
ગ્ય સાધુના વિશે જેમ આ વાત કહેવાઈ છે તેવું જ ઉત્તમ સદાચારી ગૃહસ્થના વિષયમાં પણ સમજવું.
હા, તે હું કહી રહ્યો હતો કે લક્ષ્મણ સાધ્વી પણ આ શંકા -કુશંકામાં ડૂબકી ખાતાં ઊંડાં ઊતરી ગયાં. એમને વળી પાછો વિચાર આવ્યું, “આચના કર્યા વિના તે શુદ્ધિ નહીં થઈ શકે અને આ માનસિક પાપને જે મારા ચિત્ત પર છવાયેલો જ રહેશે, મારા હૃદયને આ પાપ ખટકતું રહેશે. તેથી જાઉં તે ખરી. ગુરુણીનું વલણ જોયા પછી આલોચના કરી લઈશ.” | વિચારોની ભુલભુલામણીમાં અટવાયેલાં લમણુ સાધ્વીએ ગુરુની પાસે આચના કરવા માટે જેવું એક પગલું ભર્યું કે તેમના પગમાં કાંટો વાગી ગયે. તેઓ ત્યાં જ અટકી ગયાં. મનમાં વિચાર્યું, “હવે તે આચના માટે નહીં જાઉં, કેમ કે પહેલા પગલે જ વિપ્ન આવ્યું.
56 ઓજસ દીઠાં આત્મબળનાં